સુરત: સુરતનો ઉધના વિસ્તાર જ્યાં ભંગારના એક વેપારી પર ફાયરિંગ કરાયું છે. સદનસીબે વેપારીનો આબાદ બચાવ થયો છે. ઘટના બની સવારે 10 વાગ્યાની આસપાસ બની હતી.  જાવેદ નામનો વેપારી પોતાની દુકાન પાસે ઉભો હતો.  આ સમયે બાઈક પર બે અજાણ્યા શખ્શો આવ્યા હતા. જાવેદ પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા.  બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી છે.  પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે, ચાર દિવસ પહેલાં જ જાવેદને માથાકૂટ થઈ હતી. જેની અદાવતમાં તેને ડરાવવા માટે ફાયરિંગ કરાયું હતું. આ પ્રકારે ભંગારના વેપારી પર ફાયરિંગ કરવામાં આવતા ચકચાર મચી ગયો છે. 


સુરતના ઉધના રોડ પાસે ફાયરીંગની ઘટના બની છે. ભંગારના વેપારી પર બે લોકો બાઈક પર આવી ફાયરીંગ કરી ફરાર થઇ ગયા હતા,  જો કે સદનસીબે આ ઘટનામાં વેપારીનો બચાવ થયો છે. બીજી તરફ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. 


બીજી તરફ ધોળા દિવસે જાહેરમાં ફાયરીંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. એસીપીએ જણાવ્યું હતું કે ઉધના વિસ્તારમાં જાવીદ સલીમ શાહ નામના વ્યક્તિની ભંગારની દુકાન છે. તેઓ સવા દસ વાગ્યાના અરસામાં પોતાની દુકાન આગળ ઉભા હતા ત્યારે તેમનાથી દસેક ફૂટના અંતરે બે અજાણ્યા ઈસમોએ બાઈક પર આવી ફાયરીંગ કર્યું હતું, આ અંગત અદાવતમાં બનાવ બન્યો હોવાની હાલ માહિતી મળી છે આ મામલે પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


Ahmedabad : રાજ્યના ઈતિહાસના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કર્યો પર્દાફાશ, રાજકોટના રાકેશ રાજદેવ સામે લૂકઆઉટ નોટિસ


અમદાવાદઃ ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કર્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1400 કરોડના સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. રાજકોટ અને ઉંઝા સર્કિટના બે સટોડિયાઓને પોલીસે ખુલાસો કર્યો હતો. ઉંઝાનો ટોમી પટેલ અને રાજકોટનો રાકેશ રાજદેવ પોલીસના રડાર પર છે. રાકેશ રાજદેવ સહિત બે સામે લૂક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. દુબઇમાં ડમી બેન્ક એકાઉન્ટની પણ પોલીસને વિગતો મળી હતી.


મોબાઇલ પર ખાસ એપ્લિકેશન બનાવી મેચના ભાવ જાહેર કરાય છે. મેચની હાર-જીત અને સેશનના સ્કોર પર સટ્ટો લગાવતો હતો. સટ્ટાકાંડમાં એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી. એક-એક મેચ પર 100થી 500 કરોડના સોદા થતા હતા. બંન્ને સટોડિયા દુબઇના આકાની મારફતે ભાવ બહાર પાડતા હતા. સટ્ટાના હિસાબો ટ્રાન્સફર થતા હોવાનો પણ ખુલાસો થયો છે.ક્રિકેટના મેદાનમાંથી જ બોલતી બોબડી લાઇનથી સટ્ટો રમાતો હતો.


ટી-20, વન-ડે અને લીગ મેચ પર સટ્ટો લગાવવામાં આવતો હતો. કેટલાક અધિકારી સાથે પણ લેવડ-દેવડ થયાની આશંકા પણ છે. રાજકીય નેતાઓ સાથે પણ રાકેશ રાજદેવ સંબંધ ધરાવતો હોવાની આશંકા છે. ગુજરાતના બુકીઓ જાતે જ સોદા બુક કરતા હોવાનો પણ ખુલાસો થયો હતો. સટ્ટાકાંડની રકમ સાત હજાર કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી સંભાવના છે.


રાકેશ રાજદેવ વિરુદ્ધ પણ લુકઆઉટ નોટિસ જાહેર કરાઇ છે. હોંગકોંગ અને નેધરલેન્ડની સ્થાનિક મેચો પર પણ સટ્ટો રમાડાતો હતો. રાકેશ રાજદેવ દુબઇમાં સામ્રાજ્ય જમાવી બેઠો છે.