સુરત : સુરતના પાલી ગામમાં પાંચ માળનું બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. પાલી ગામમાં દુર્ઘટનામાં 15 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના પ્રાથમિક અહેવાલ છે. ઈમારત ધરાશાયી થતા ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આ દુર્ઘટનામાં 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં ઘટનાસ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
બિલ્ડિંગ ધરાશાયી થતા 15 લોકોને ઈજા
બિલ્ડિંગ ધરાશાયી થતા 15 લોકોને ઈજા થઈ છે. કેટલાક લોકોને નાની ઈજા પહોંચી છે. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે બિલ્ડિંગનો કાટમાળ ખસેડવાની શરૂઆત કરવામાં આવી છે. બિલ્ડિંગમાં 15 જેટલા લોકો રહેતા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે તે જર્જરીત હોવાની પણ વાત સામે આવી છે. હાલ પોલીસ ઘટનાસ્થળેથી લોકોને દૂર કરાવી રહી છે. એક મહિલાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. બિલ્ડિંગ ધરાશાયી થતા એનડીઆરએફની ટીમ પણ સ્થળ પર પહોંચી છે.
સુરત પોલીસ કમિશનર અને કલેક્ટર પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા
જર્જરિત બિલ્ડિંગને એપ્રિલ મહિનામાં નોટિસ આપી હોવાનો ખુલાસો થયો છે. સુરત પોલીસ કમિશનર અને સુરત કલેક્ટર પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા છે. આ બિલ્ડિંગ 2017માં બની હોવાની માહિતી સામે આવી છે. કાટમાળને હટાવવા માટે સાત જેસીબી કામે લાગ્યા છે. સ્થાનિક ધારાસભ્ય પણ સ્થળ પર પહોંચ્યા છે. રેસ્ક્યૂ માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ બોલાવવામાં આવી છે. પ્રશાસન દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે કાટમાળ હટાવ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે. જેસીબી કટરની મદદની કાટમાળને દૂર કરવામાં આવી રહ્યો છે.
ફ્લેટમાં અંદાજને ચારથી પાંચ પરિવાર રહેતા હતા
સુરતના સચિનમાં ધરાશાયી થયેલી આ બિલ્ડિંગના ફ્લેટમાં અંદાજને ચારથી પાંચ પરિવાર રહેતા હતા. આ બિલ્ડિંગના માલિક વિદેશમાં હોવાની ચર્ચા છે. બિલ્ડિંગના કાટમાળમાં 10થી વધુ લોકો ફસાયા હોવાના અહેવાલ છે. 108ની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટર પણ સ્થળ પર પહોંચ્યા છે. પિલર તોડીને રેસ્ક્યૂ ઓપરેશનની કામગીરી કરવામાં આવી રહી છે.