સુરતઃ સુરતમાં નિવૃત્ત વૃધ્ધે રંગરેલિયાં મનાવવાની લાલચમાં 4 લાખ રૂપિયા ખોયા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ વૃધ્ધને એક મહિલાએ ફોન કરીને ‘ભાભી અને છોકરી બંને હાજર છે’, એમ કહી સેક્સ માણવાની લાલત આપીને બોલાવ્યા હતા.



રંગરેલિયાં મનાવવાની લાલચમાં વૃધ્ધ મહિલાએ કહેલા સ્થળે પહોંચી ગયા હતા. ત્યાં તેમને બે મહિલા મળી હતી. બંને મહિલા તેમને એક ફ્લેટમાં લઈ ગઈ હતી. વૃધ્ધને રંગરેલિયાં મનાવવાની લાલચ આપીને તેમણે કપડાં કઢાવીને નગ્ન કરી દીધા હતા ને પછી આવી પહોંચેલા બે ગઠિયાઓની મદદથી લૂંટી લીધા હતા.



વરાછામાં હીરાબાગ પાસે રહેતા છગનભાઈ (ઉં.વ.58) વરાછાની મોટી ચોપાટી પાસેથી મોપેડ પર જઈ રહ્યા હતા ત્યારે એક મહિલાનો ફોન આવ્યો હતો. મહિલાએ પૂછ્યું હતું કે, તમે આવવાના હતા, કેમ આવ્યા નહી? છગનભાઈએ ફોન કાપી નાંખ્યો હતો. અડધા કલાક પછી છગનભાઈએ સામેથી કોલ કર્યો હતો.



એ વખતે મહિલાએ તેમને ફૂલપાડા આવવા કહ્યું હતું. મહિલાએ ‘ભાભી અને છોકરી બંને હાજર છે’, એમ કહી રંગરેલિયાં મનાવવા નિમંત્રણ આપ્યું હતું. છગનભાઈ ફૂલપાડા પહોંચતાં ત્રીસેક વર્ષની બે મહિલા મળી હતી. બંને મહિલા તેમને લઈને પાંચ પાંડવના ઓવારા પાસેના ઓમકાર કોમ્પ્લેક્સમાં લઈ ગઈ હતી.



આ કોમ્પલેક્સના પાંચમા માળે એક ફ્લેટમાં પહેલેથી બે મહિલા બેઠેલી હતી. એક મહિલા છગનભાઈને અંદર લઈ હતી. બંનેએ એકબીજાના કપડાં ઉતર્યા હતા ને રંગરેલિયાં મનાવવા માંડ્યા હતા. એ જ વખતે બે અજાણ્યા પુરુષ પ્રવેશ્યા હતા. બંનેએ પોતાની ઓળખ ડી-સ્ટાફના માણસો તરીકે આપતાં મહિલા રૂમમાંથી જતી રહી હતી.

બંને પુરુષોએ બળાત્કારની ફરિયાદ દાખલ કરવા ઉફરાંતમીડિયાને બોલાવી બદનામ કરવાની ધમકી આપી હતી. દરમિયાન અન્ય એક પુરુષે પ્રવેશીને પોતાની ઓળખ મોટા અધિકારી તરીકે આપી સમાધાન કરવાના બદલામાં રૂપિયા 7.50 લાખની માંગણી કરી હતી. છેવટે 4 લાખ રૂપિયામાં સમાધાન થયું હતું.

છગનભાઈએ ભત્રીજા પાસે રૂપિયા મંગાવી આ ટોળકીને આપ્યા હતા. આ રૂપિયા લઈને ટોળકી રવાના થઈ ગઈ હતી. ત્યાર બાદ તેમણે આખી વાત ભત્રીજાને કરતાં ભત્રીજાએ છગનભાઈને તે ફસાયા હોવાનું કહેતાં મામલો કતારગામ પોલીસ મથકમાં પહોંચ્યો હતો.