સુરત: પંજાબમાં જાણીતા સિંગર મૂસેવાલાની સરાજાહેર હત્યાથી સમગ્ર દેશમાં ચકચાર મચી છે. મુસેવાલાની હત્યામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની સંડોવણી હોવાની વાત સામે આવી રહી છે. તો બીજી તરફ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇનું ગુજરાત કનેક્શન પણ સામે આવ્યું છે. બિશ્નોઈ 2020થી સુરતમાં વોન્ટેડ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સુરતમાં પગપેસારો કરવા શહેરના અમર જ્વેલર્સમાં ફાયરિંગ કરાવ્યું હતું. જો કે, પૂરતી વ્યવસ્થાના અભાવે સુરત પોલીસ તેનો કબજો લેવામાં નિષ્ફળ
રહી હતી.
૨૦૨૦માં લોરેન્સ બિશ્નોઇ રાજસ્થાનની ભરતપુર જેલમાં હતો ત્યારે ત્યાથી તેનો કબજો લઇ ધરપકડ કરવા સુરત પોલીસે કોર્ટમાંથી તેનો કબજો મેળવવા માટેનું વોરન્ટ પણ મેળવી લીધું હતું, પરંતુ આ ગેંગસ્ટરનો કબજો મળ્યો ન હતો. ૨૦૨૧માંથી તિહાડ જેલમાંથી પણ તેનો કબજો મેળવવા સુરત પોલીસે વોરન્ટ મેળવ્યું હતું. જોકે હજુ સુધી તેનો કબજો મેળવી શકી નથી. ગત અઠવાડિયે મૂસેવાલાની હત્યા થઈ ત્યારે ફરી લોરેન્સ બિશ્નોઇ ચર્ચામાં આવ્યો છે. જેલમાં રહીને ગુનાખોરી કરવા માટે કુખ્યાત લોરેન્સ બિશ્નોઇ એક સમયે ફિલ્મસ્ટાર સલમાનખાનને હત્યાની ધમકી આપી હતી. લોરેન્સ બિશ્નોઇ સુરત પોલીસ માટે ૨૦૨૦થી વોન્ટેડ છે. ફેબ્રુઆરી-૨૦માં વરાછાના અમર જ્વેલર્સમાં સુરેન્દ્રનગરની લીંબડી જેલમાંથી ભાગેલા ત્રણ પૈકી એક આરોપી પાસે લોરેન્સે ફાયરિંગ કરાવ્યું હતું. જેમાં મેનેજરને બે ગોળી વાગી હતી.
27 વર્ષીય યુવતી પર સામૂહિક દુષ્કર્મ, યુવતીને લગ્નની લાલચ આપીને બનાવી હવસનો શિકાર
સુરતની ઉમરાની નંદનવન સોસાયટીમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઉમરા પોલીસ મથકમાં 3 સામે ગુનો નોંધાય છે. જયેશ હેમંત,યોગી પવાર અને અન્ય એક સામે ગુન્હો નોંધાયો છે. લગ્નની લાલચ આપી વીડિયો ઉતારી બ્લેકમેલ કરી હોવાનો આરોપ. ઉમરાના નંદનવન સોસાયટીમાં આવેલા એક બંગલામાં 27 વર્ષીય યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ થયું.
લગ્નની લાલચ આપી તેની સાથે સામૂહિક દુષ્કર્મ કરવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના મુખ્ય સૂત્રધારે પીડિતાનો વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરી. જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઉમરા પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર સહિત 3 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. અન્ય એક ઘટનામાં ઉધના વિસ્તારમાં પેટમાં દુખાવો થતાં સૂતેલી સગીરાનાં કપડાં ઉતારી દુકાનદારે અડપલાં કર્યાં. તરુણીએ ઘરે જઇ માતાને ફરિયાદ કરતાં ઉધના પોલીસે સંદીપ ચૌધરીને દબોચ્યો. ઉધના હરિનગર વિસ્તારમાં સગીરા પ્લાસ્ટિકની દુકાનમાં નોકરી કરતી હતી. પેટમાં દુખાવો થતાં ગોળી લઇ પાછળ રહેતા શેઠના ઘરમાં સૂતેલી હતી, ત્યારે તરૂણીની શેઠે જ લાજ લેવાની કોશિશ કરી હતી. આ તરુણીની બાજુમાં સૂઇ જઇ તેનાં કપડાં ઉતારી અડપલાં કર્યા. જાગી ગયેલી તરુણીએ ભાગીને માતાને જાણ કરી. ઉધના પોલીસે ગુનો નોંધી દુકાનદારની ધરપકડ કરી હતી.