Grishma Murder Case Live Update : ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનિલને દોષિત જાહેર કરાયો
ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ મામલે આજે ચુકાદો આવવાનો છે. આરોપી દોષિત કે નહીં તેની સુનવણી થશે. સુરતના મુખ્ય ન્યાયાધીશ વિમલ કે વ્યાસની કોર્ટમાં ચુકાદો આવશે. કોર્ટમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ચૂકી છે.
ગ્રીષ્માનો પરિવાર કોર્ટ પરિસરમાં હાજર. પરિવાર જનોની માંગ હત્યારાને ફાંસીની સજા થાય. ગ્રીષ્માના માતા -પિતાના આંસુ રોકાવાનું નામ નથી લેતા. યોગ્ય ચુકાદો આવે તેવી પરિવાજનોની અપેક્ષા.
બ્રેકગ્રાઉન્ડ
સુરત: ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ મામલે આજે ચુકાદો આવવાનો છે. આરોપી દોષિત કે નહીં તેની સુનવણી થશે. સુરતના મુખ્ય ન્યાયાધીશ વિમલ કે વ્યાસની કોર્ટમાં ચુકાદો આવશે. ગ્રીષ્મા હત્યા મામલે કોર્ટમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ચૂકી છે. આ કેસમાં પોલીસે 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. 300 પાનાનું આરોપીનું નિવેદન. 23 પંચનામા કરવામાં આવ્યા હતા. 90 જેટલા સાક્ષીઓ તપાસમાં આવ્યા હતા. 125 થી વધારે દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ ઉપરાંત ડોક્ટરના, ઇજાગ્રસ્ત વ્યક્તિ, મેડિકલ, સીસીટીવી, ઘટના પેહલાના વિડિયો, ઘટના બાદ ની ઓડિયો ક્લિપ તમામ પુરાવાઓ રજૂ કરાયા છે.
સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં બચાવ પક્ષના વકીલ હાજર ન રહેતા ગત સુનાવણી ટળી હતી. જેથી 21 એપ્રિલે એટલે કે આજે સેશન્સ કોર્ટે ચુકાદો આપી શકે છે. 12 ફેબ્રુઆરીએ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી કરપીણ હત્યા કરવાના આરોપી સામે કોર્ટમાં 6 એપ્રિલે દલીલો પૂર્ણ થઈ હતી. આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માંગ કરવામાં આવી છે.
ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી.ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે. ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી છે. જ્યારે 85 સાક્ષીને ડ્રોપ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સરકાર પક્ષે ક્લોઝિંગ આપવામાં આવ્યું હતું. જેથી કોર્ટમાં આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું અને 6 એપ્રિલે દલીલો પૂર્ણ થઈ હતી.ત્યારે આજની સુનાવણી ટળતા 21 એપ્રિલે કેસનો સંભવતઃ ચુકાદો આવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -