સુરતના કીમ વિસ્તારમાં આશિયાના નગરમાં રાત્રીના સમયે ઓટલા પર બેસવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી.  બોલાચાલીમાં વાત વણસી અને જોતજોતામાં બે જૂથના લોકો વચ્ચે મારામારી થઇ હતી. મારામારીની ઘટના અંગે જાણ થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને સ્થિતિ થાળે પાડી હતી. પોલીસે મોડીરાત્રે બંને પક્ષની સામાસામી ફરિયાદ નોંધી અને 8 આરોપીની ધરપકડ કરી હતી. મારામારીનો આ વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો હતો.


Surat: હર્ષ સંઘવીએ સુરત RTO કચેરીની સરપ્રાઈઝ વિઝિટ કરતા અધિકારીઓમાં દોડધામ 


સુરત: વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સુરત RTO કચેરીની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી.  ગેરરીતિ અને કૌભાંડની અનેક ફરિયાદ વચ્ચે હર્ષ સંઘવી સુરત RTOની ઓચિંતી મુલાકાતે પહોંચતા કર્મચારીઓથી લઈને અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. RTO બહાર અડ્ડો જમાવીને બેઠેલા એજન્ટોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. 


હર્ષ સંઘવીએ અલગ-અલગ વિભાગની મુલાકાત લીધી હતી.  ડ્રાઈવિંગ ટેસ્ટમાં કેટલા લોકો પાસ થયા અને કેટલા લોકો નાપાસ થયા  તેની માહિતી મેળવી હતી.  ડ્રાઈવિંગ લાઈસન્સ માટેની પ્રક્રિયા અંગે પણ જાણકારી મેળવી હતી.  અરજદારોને કોઈ હાલાકી ન નડે તેનું ખાસ ધ્યાન રાખવા અધિકારીઓને સૂચના આપી હતી.  


Lawrence bishnoi: ડ્રગ્સ કેસમાં લોરેન્સ બિશ્નોઇના  જાણો કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરાયા


ડ્રગ્સ કેસમાં લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.  લોરેન્સ બિશ્નોઇને નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો. લોરેન્સના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે  લોરેન્સ બિશ્નોઇને કોર્ટમાં   રજૂ કરવામાં આવ્યો હતો.  ડ્રગ્સ કેસમાં અન્ય મહત્વની કડીની તપાસ  માટે ATSએ રિમાન્ડની માંગ કરી હતી.  કોર્ટે  લોરેન્સના  14  દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.  પટિયાલા હાઉસ કોર્ટે ATSની ટ્રાન્ઝિટ રિમાન્ડની અરજી મંજૂર કરતા ખાસ ચેતક કમાન્ડોની ટીમ લોરેન્સને ગુજરાત લાવી છે.




 



લોરેન્સ બિશ્નોઇને વર્ષ  2022ના ડ્રગ્સ કેસમાં પોલીસે કચ્છની નલિયા કોર્ટમાં રજૂ કર્યો હતો.   નોંધનીય છે કે  વર્ષ  2022માં જખૌ નજીકથી ઝડપાયેલ 200 કરોડના ડ્રગ્સ કેસ મામલે  લોરેન્સનો  કબ્જો લેવામાં આવ્યો હતો.  ગુજરાત ATS એ કબ્જો મેળવી લોરેન્સ બિશ્નોઇને નલિયા કોર્ટમા રજૂ કર્યો હતો.


પાકિસ્તાનથી કચ્છના રસ્તે ભારતમાં લવાયેલા ડ્રગ્સ કેસમાં લોરેન્સની સંડોવણી હોવાનું સામે આવતાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા મેરાજ તેમજ અન્ય આરોપીઓએ લોરેન્સ બિશ્નોઇનું નામ આપ્યું હતું. લોરેન્સ બિશ્નોઇએ પંજાબની જેલમાંથી ડ્રગ્સ મંગાવ્યું હોવાનો આરોપ છે