Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પીએમ મોદીના પ્રચારનો આજે ત્રીજો દિવસ છે. આજે પીએમ મોદીએ સુરેન્દ્રનગરના દૂધરેજ, ભરૂચના જંબુસર બાદ સુરતના નવસારીમાં ચૂંટણી સભા સંબોધી. જેમાં તેમણે કહ્યું, નવસારી મારા માટે નવું નથી, હું પણ નવસારી માટે નવો નથી. તમારા વોટથી મોદીનો વટ છે.






નવસારીમાં પીએમ મોદીના સંબોધનના અંશો



  • આજે લોકતંત્રના પર્વમાં તમારા આશીર્વાદ લેવા આવ્યો છું

  • આ ચૂંટણી અમે નથી લડતા, આ ચૂંટણી ગુજરાતની જનતા લડી રહી છે

  • ચૂંટણીનો વિજય ધ્વજ ગુજરાતના નાગરિકોએ પોતાના માથે ઉપાડ્યો છે

  • સીઆર અને ભૂપેન્દ્ર પટેલની જોડી પ્રશંસનીય કામગીરી કરી રહી છે

  • કમળ ખીલવાનું છે પણ સાથે લોકતંત્રનો જય જયકાર પણ ચાલવો જોઈએ

  • એક-એક મતદાર મત આપવા નીકળે ત્યારે લોકતંત્રનો જયજયકાર થાય

  • આજે દુનિયામાં ભારતનો ડંકો વાગે છે. તમારા વોટની તાકાતના કારણે હિન્દુસ્તાન, ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે

  • પહેલા વાર-તહેવારે ગુજરાતમાં તોફાનો થતા હતા

  • તમારી વોટથી મોદીનો વટ છે

  • તમારા એક વોટના કારણે નવસારીમાં 4 લાખ લોકોના જનધન ખાતા ખૂલ્યા

  • તમારા એક વોટના કારણે નવસારીમાં હજારો લોકોને પાક્કું ઘર મળ્યું

  • ત્રણ લાખ લારી, ગલ્લાવાળા, પાથરણવાળાઓને બેંકમાંથી રૂપિયા અપાવી વ્યાજમાંથી મુક્તિ અપાવી

  • કોઈ કલ્પના નહોતું કરી શકતું કે, ગુજરાત વિકાસમાં નંબર 1 બની શકે, અને આજે એ શક્ય બન્યું

  • જે ગરીબનું કોઈ ના હોય એનો આ મોદી હોય

  • માતા બહેનોના આશીર્વાદ મારા પર અવિરત રહ્યા છે

  • આયુષ્માન યોજના અને મા યોજનાથી ગરીબોની ચિંતા દૂર થઈ

  • દરેક પરિવાર માટે આરોગ્યની સુવિધા માટે વેલનેસ સેંન્ટર બનાવી રહ્યા છે

  • હવે લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહ્યું છે

  • એક સંવેદનશીલ નેતા કેવી રીતે કામ કરે તેનું ઉત્તમ ઉદાહરણ સી.આર.પાટીલ છે