સુરત : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે.  નિઝર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પરેશ વસાવા આપમાં જોડાયા છે.  પરેશ વસાવા ભૂતકાળમાં 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા અને હવે પરેશ વસાવા ભારતીય જનતા પાર્ટી છોડી આપમાં જોડાયા. પરેશ વસાવાના પિતા ગોવિંદભાઈ વસાવા પણ કોંગ્રેસ ચીમનભાઈ પટેલની સરકારમાં વનમંત્રી હતા અને ભૂતકાળમાં 15 વર્ષથી ધારાસભ્ય હતા. આપમાં જોડાનાર પરેશ વસાવા ભાજપમાં ગુજરાત સરકાર આદિજાતિ વિભાગના ડાયરેક્ટર પદે હતા.


Mohan Bhagwat Gujarat Visit: RSS વડા મોહન ભાગવત આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે છે. તેઓ 23,24 અને 25 જુલાઈના રોજ ગુજરાતમાં રહેશે. Gsc બેંક ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ ખાતે કાર્યક્ર્મમાં હાજરી આપશે. સંઘની ભગીની સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતીના એક કાર્યક્રમમાં આજે હાજર રહેશે. અખિલ ભારતીય પદાધિકારી અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.  23 અને 24 જુલાઈ બે દિવસીય અભ્યાસ વર્ગ યોજાશે. દેશના તમામ રાજ્યમાંથી અભ્યાસ વર્ગમાં લોકો જોડાશે. દેશમાં શુ નવું થઈ રહ્યું છે અને થાય છે તે બાબતે ચર્ચા કરવામાં આવશે.


કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસ પર


ગાંધીનગરઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. અમિત શાહ આજે અને આવતીકાલે ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. આજે સવારે 11 વાગ્યે એફએસએલ યુનિવર્સિટી ખાતેથી ગુજરાત પોલીસની ઇ-એફઆઈઆર સિસ્ટમ ઉપરાંત ટેક્નોલોજી આધારિત નવી સેવાઓનો પ્રારંભ કરાવશે.



તો બપોરે 2 વાગ્યે અમિત શાહ માણસા ખાતે અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાં પ્રધાનમંત્રી પોષણ યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લાના વિદ્યાર્થીઓ માટે નવનિર્મિત ઔદ્યોગિક રસોડાના ઉદ્ધાટન કાર્યક્રમમાં હાજરી આપશે. તે પછી માણસામાં મહાત્મા ગાંધી પુસ્તકાલયના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરશે. આ સાથે માણસા નગરપાલિકાના સરદાર પટેલ સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ પણ કરશે. તો બપોરે પોણા ચાર વાગ્યે માણસા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે. તો રવિવારે અમિત શાહ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.