ભરૂચઃ વિવાદાસ્પદ નિવેદનો આપવા માટે જાણીતા ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નવો વિવાદ ઉભો કર્યો છે. મનસુખ વસાવાનો એક વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં મનસુખ વસાવા ભાજપના નેતાઓને જ ખુલ્લેઆમ ધમકી આપે છે કે, ભાજપના કેટલાક આગેવાનો દૂધમાં ને દહીં બંનેમાં પગ રાખે છે પણ આવા નેતા સમજી લેજો કે સેન્ટ્રલ આઈ. બી. મનસુખ વસાવા પાસે છે. કોણ ક્યાં છે એ બધું મને ખબર પડે છે અને હું કોઈ કુંડાળામાં નથી રમતો.
આ ધમકી પછી મનસુખ વસાવા પાછા એવું કહે છે કે, હું કોઈને ધમકી નથી આપતો પણ વિનંતી કરું છું. મનસુખ વસાવા ભરૂચ જિલ્લામાં વાલિયા તાલુકામાં પ્રચાર દરમિયાન આ વાત કરી રહ્યા હોવાનું અનુમાન છે. ભાજપમાં આ વીડિયો ચર્ચાસ્પદ બન્યો છે.
ગુજરાત ભાજપના સાંસદની ભાજપ નેતાઓને ખુલ્લી ધમકીઃ સેન્ટ્રલ આઈ.બી. મારી પાસે છે, કોણ ક્યાં જાય છે એ મને ખબર છે એટલે.........
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Feb 2021 11:41 AM (IST)
મનસુખ વસાવા પાછા એવું કહે છે કે, હું કોઈને ધમકી નથી આપતો પણ વિનંતી કરું છું. મનસુખ વસાવા ભરૂચ જિલ્લામાં વાલિયા તાલુકામાં પ્રચાર દરમિયાન આ વાત કરી રહ્યા હોવાનું અનુમાન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -