ત્યારબાદ એયરપોર્ટથી સીધા જ સર્કિટ હાઉસ જશે. સર્કિટ હાઉસ ખાતે કેજરીવાલ સામાજિક અને રાજકીય આગેવાનો સાથે મુલાકાત કરશે. ત્યારબાદ બપોરે ત્રણ વાગ્યે સુરતના વરાછા મીનીબઝાર માનગઢ ચોકડીથી રોડ-શો યોજશે.
આ રોડ શો માનગઢ ચોકથી શરૂ થઈ હિરાબાગ, રચના સર્કલ, કારગીલ ચોક, કિરણ ચોક, યોગી ચોક, સીમાડા નાકા થઈ સરથાણા જકાતનાકા ખાતે રોડ શો પૂર્ણ થશે. જ્યાં કેજરીવાલ એક જનસભાને સંબોધન કરશે. તો સાંજે 7 વાગ્યે મુખ્યમંત્રી ફરી દિલ્લી જવા રવાના થશે.