કપરાડાઃ આજે ગુજરાતમાં ખાલી પડેલી 8 વિધાનસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે આજે કપરાડા બેઠક પર પણ મતદાન થઈ રહ્યું છે. કપરાડા પેટાચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઇ વરઠાએ મોટા પોન્ધાના બરમબેડા પ્રાથમિક શાળાના બુથ પર મતદાન કર્યું હતું. જોકે, મોકપોલ સમયે વિવિપેટ ખોટકાતા મતદાન શરૂ થતાં વાર લાગી હતી.


કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઇ વરઠાએ બરમબેડા ખાતે પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, પણ જ્યારે તેઓ મતદાન મથક પર પોહોંચ્યા હતા, ત્યારે મોકપોલ દરમ્યાન વિવિપેટ ખોટકાયું હતું, જેને ઝોનલ ઓફિસર દ્વારા તાત્કાલિક બદલ્યું હતું. બાબુ વરઠાએ વોટ આપ્યા બાદ પોતાની જીતનો દાવો કર્યો હતો, તો એ પણ કહ્યું હતું કે જીતુ ચૌધરી પણ એમના મિત્રજ છે અને ચૂંટણી એક પ્રક્રિયા છે જે આજે લડાઈ રહી છે.



બરમબેડા ખાતે લોકો વહેલી સવારે લાઇન લગાવી મતદાન માટે ઉભા થઇ ગયા હતા. લોકોનું કહેવું એ હતું કે એમનો મત વિકાસ માટે રહેશે અને વિસ્તારમાં વિકાસ ઈચ્છે છે. નોંધનીય છે કે, બેરમબાડા પ્રાથમિક શાળા ખાતે 47 મોકપોલ બાદ ખોટકાયું વિવિપેટ હતું. હાલ વિવિપેટ બદલાયા બાદ ફરી કરાયું મોકપોલ કરાયું હતું અને પછી કોંગ્રેસના ઉમેદવારે પણ મતદાન કર્યું હતું.