નવસારીઃ નવસારી જિલ્લામાં આજે ૦૫ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. ગઈ કાલે જિલ્લામાં 7 કેસ નોંધાયા હતા. આ સાથે જિલ્લામાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 35એ પહોંચી છે. ગણદેવી અને ચીખલી તાલુકામાં કોવિડના કેસો આવ્યા છે. ૫ પૈકી ૦૨ વિધાર્થીઓ પણ પોઝિટિવ છે. ખેરગામ તાલુકામાં આવેલ સરસિયા આશ્રમ શાળામાં અભ્યાસ કરતા વલસાડ જિલ્લાના બે વિદ્યાર્થીઓ પોઝિટિવ છે.
દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતમાં 50, વલસાડમાં 25, તાપીમા 3, નર્મદામાં 1 અને ભરુચમાં 2 એક્ટિવ કેસો છે. જ્યારે ગુજરાતમાં સૌથી વધુ એક્ટિવ કેસો અમદાવાદમાં 148 છે. આ પછી વડોદરામાં 100 એક્ટિવ કેસો છે. આ પછી જામનગરમાં 70 એક્ટિવ કેસ છે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 53 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 53 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,644 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયુ નથી. આજે 3,31,226 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશન 13, રાજકોટ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 6, નવસારીમાં 4, કચ્છમાં 3, આણંદમાં બે, જામનગરમાં બે, જામનગર કોર્પોરેશનમાં 2, ભરૂચમાં એક, ભાવનગર કોર્પોરેશનમાં એક, ખેડામાં એક, પંચમહાલમાં એક, રાજકોટમાં એક અને વલસાડમાં એક 1 કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 555 કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 550 નાગરિકો સ્ટેબલ છે. 8,17,644 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10100 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 16ને પ્રથમ અને 1148 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 9525 લોકોને પ્રથમ અને 76,508 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 33,189 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 2,10,840 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 3,31,226 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,61,97,651 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.