સુરતઃ આગામી 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જોકે, ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. કોંગ્રેસમાંથી ટિકિટ મેળવીને અનેક ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ઉમેદવારી પરત ખેંચતા કેટલીય બેઠકો બિનહરીફ બની છે. ત્યારે હવે મતદાનના ત્રણ દિવસ પહેલા કોંગ્રેસના ઉમેદવાર ભાજપમાં જોડાઇ જતાં ખળભળાટ મચી ગયો છે.


મતદાન પહેલાં જ કામરેજ કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. કોંગ્રેસના તાલુકા પંચાયતના ઉમેદવાર ભાજપમાં જોડાયા છે. ચૂંટણી પહેલા જ ભાજપમાં જોડાયા છે અને હરીફ ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે. કામરેજ તાલુકાની વિહાણ શેખપુર તાલુકા પંચાયત બેઠક પરથી લડી ચૂંટણી રહ્યા હતા.

રાજુભાઇ પટેલે કામરેજ ભાજપ પ્રભારી જયેશ પટેલના હાથે ભગવો ધારણ કર્યો છે. ભાજપના રસિક પટેલને સમર્થન જાહેર કર્યું છે.