સુરતઃ સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જોરદાર એન્ટ્રી કરી છે, આપના 27 ઉમેદવારોની જીત થઈ છે. આ ચૂટણીમાં 22 વર્ષીય ગુજરાતી એક્ટ્રેસ પાયલ પટેલ આપના ઉમેદવાર તરીકે કોર્પોરેશનની ચૂંટણી જીતી છે.  ભાજપે 120માંથી 93 બેઠકો કબ્જે કરી છે. સુરત કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી હવે વિપક્ષમાં બેસશે.

પાયલ આ ચૂંટણીમાં સૌથી યુવા કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવી છે. પુણા પશ્ચિમ વોર્ડ નંબર 16માંથી પાયલનો આમ આદમી પાર્ટીની પેનલ સાથે વિજય થયો છે.  પાયલની જીત થતા તેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. જીત બાદ તેણે કહ્યું કે, અમે કોઈ પક્ષમાં છે કે વિપક્ષમાં આ મુદ્દો નથી અમારુ કામ છે જનતાની સેવા કરવાનું.  પાયલ પટેલે ગુજરાત ફિલ્મ સહિત 50થી વધુ ગુજરાતી ગીતોમાં કામ કરી ચુકી છે.



સુરતમાં આમ આદમી પાર્ટની શાનદાર જીત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફોન કરીને ગુજરાત આમ આદમી પાર્ટના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને શુભકામનાઓ આપી છે. સાથે ટ્વીટ કરીને ગુજરાતના લોકોને અભિનંદન આપ્યા હતા. આ ભવ્ય જીતની ખુશીમાં 26 ફેબ્રુઆરીએ કેજરીવાલ ગુજરાતમાં એક રોડ શો પણ કરશે.