Gujarat Police Grade Pay: એક તરફ રાજ્યામાં ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ સરકારના વિવિધ કર્મચારીઓ પોતાની માગને લઈને ધરણા કરી રહ્યા છે. આરોગ્ય કર્મચારીઓથી લઈને તલાટી અને પોલીસકર્મીઓ પોતાની માગ માટે અવાજ ઉઠાવી રહ્યા છે. ગ્રેડ પેને લઈને ગુજરાત પોલીસ ઘણી સમયથી કેમ્પેઈન ચલાવી રહી છે. હવે આ મામલાનો સુખદ અંત આવે તેવા સમાચાર સામે આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતની મુલાકાતે છે ત્યારે પોલીસ કમિશનર કચેરી ખાતે સાંજે એક કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમ દરમિયાન પોલીસ ગ્રેડ-પેને લઈને મોટી જાહેરાત થાય તેવી શક્યતાઓ છે.


તો બીજી તરફ અરવિંદ કેજરીવાલે પોલીસના ગ્રેડ પે અંગે આપેલા નિવેદન બાદ આ મુદ્દો રાજકીય બની ગયો છે. કેજરીવાલની જાહેરાત બાદ હર્ષ સંઘવી કહ્યું હતું કે, સરકાર આ મામલે પહેલાથી જ સંવેદનશીલ છે અને ટૂંક સમયમાં જાહેરાત પણ કરવામાં આવશે. જો કે સરકાર દ્વારા ગ્રેડ પે વધારવામાં આવશે કે પછી ખાલી ભથ્થામાં વધારો કરવામાં આવશે તે અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. પરંતુ આજે પોલીસ જવાનોને તેમના પરિવાર સાથે હાજર રહેવાનું કહેવામાં આવતા એક વાત ચોક્કસ છે કે કોઈ મોટી જાહેરાત કરવામાં આવશે.


જાણો રક્ષાબંધનના દિવસે શું કહ્યું હતું હર્ષ સંઘવીએ


સુરત શહેરના અલગ અલગ વિસ્તારના કોર્પોરેટર મહિલાઓ દ્વારા ગૃહ મંત્રી હર્ષદવીને રાખડી બાંધી શુભેચ્છાઓ પાઠવી હતી.ગુજરાત રાજ્યની અંદર રક્ષાબંધનનો તહેવાર ઉજવણી કરવામાં આવી રહતી ત્યારે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર સંઘવી દ્વારા ગુજરાત રાજ્યની પ્રજાને સંદેશો પાઠવ્યો હતો કે આ તહેવાર નિમિત્તે લોકોની સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે શુભેચ્છા પાઠવી હતી. ખાસ કરીને ગુજરાતની બહેનોની સુરક્ષા ને લઈને પણ કહ્યું કે તેમની સલામતી અને તેમની સુરક્ષા જળવાઈ રહે તે માટે સરકાર કટિબંધ છે અને જે નાની મોટી કેટલીક ખામીઓ છે તે પણ દૂર કરવા માટેની બાહેધરી આપવામાં આવી છે. સાથે ગૃહ મંત્રી દ્વારા પણ જણાવ્યું કે હાલમાં પોલીસ ખાતાની અંદર ગ્રેડ-પેને લઈને જ ચર્ચા ચાલી રહી છે તેનો પણ ટૂંક જ ગાળાની અંદર સુખદ અંત આવે તે માટે વિચારણા કરવામાં આવી રહી છે. 


ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગ્રેટ પેને લઈને અલગ અલગ બેઠકો પર અધિકારીઓ સાથે કરવામાં આવી છે અને ગણતરીના દિવસોની અંદર મુખ્યમંત્રી દ્વારા આ બાબતે કોઈ મોટો નિર્ણય લઈ શકે તેવું ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી દ્વારા જણાવ્યું હતું આ તમામ વાતો વચ્ચે સાલમાં રાજકારણનો એપી સેન્ટર ગુજરાત પોલીસ બન્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આમ આદમી પાર્ટીના નેતા દ્વારા પણ ગુજરાત પોલીસ બાબતે જે નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ આજે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી દ્વારા પોલીસના ફ્લેવરની અંદર કોઈ મોટો નિર્ણય આવે તે માટેનું જે નિવેદન આપ્યું છે જેથી ગુજરાત રાજ્યની પોલીસના મહત્વ ખેંચવા માટેની કદાચ રાજનીતિ હોય તો નવાઈ નહીં.


હર્ષ સંઘવી એ જણાવ્યું હતું કે ગુજરાતની બહેનોને કેટલાક રાજકીય લોકો ગેરમાર્ગે દોરવાનો પણ કામ કરી રહ્યા છે પોતાના લાભ અર્થે બહેનોને થતા લાભ અને બહેનોના ભાઈઓને થતા લાભને ક્યાંક ને ક્યાંક વાતોમાં ભોળવી અને ગેરમાર્ગે દોરતા હોય તેવું રાજકારણ રમાઈ રહ્યું છે તે વાતને પકોડી હતી સાથે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય ભારતની અંદર સૌથી સુરક્ષિત રાજ્ય છે અને વધુ સુરક્ષિત રહે તે માટેના પ્રયત્નો ગુજરાત સરકાર દ્વારા સતત કરવામાં આવશે વધુમાં ગૃહ મંત્રી દ્વારા સૌથી મોટું નિવેદન આપ્યું હતું કે ગુજરાત પોલીસ માટેની જે ગ્રેટ પેણી જે લડાઈ ચાલી રહી છે તે આવનારા દિવસોની અંદર પૂર્ણ થાય તે દિશામાં સરકાર દ્વારા નિર્ણય લઈ શકાય છે જેથી ગુજરાત પોલીસ માટે સૌથી મોટા અને સારા સમાચાર કહી શકાય.