સુરતઃ ડાયમંડ એસોસિએશન ગઈ કાલે ગાંધીનગર પહોંચ્યું હતું. હીરા વ્યવસાય અંગે મંત્રીઓને રજુઆત કરી હતી. દિવાળીમાં એસટી વિભાગ રત્ન કલાકારો પાસે બમણું ભાડું ન વસુલે તે અંગે રજુઆત કરી હતી. રાજ્યના વાહન વ્યહવાર મંત્રી પૂર્ણેશ મોદીને રજુઆત કરી હતી. ગઇ કાલે વાહન વ્યવહાર મંત્રી સાથે મુલાકાત કરી હતી.


સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જતા રત્ન કલાકારો માટે રજુઆત કરી હતી. દિવાળીમાં સૌરાષ્ટ્ર જતી STનું ભાડું ડબલ ન વસૂલવા ડાયમંડ એસોસિએશનની માગ છે. વળતા ફેરાના ભાડાં બંધ કરાવવા મંત્રી પૂર્ણેશ મોદીને રજૂઆત કરી હતી. નોંધનીય છે કે, દિવાળીના સમયમાં સૌરાષ્ટ્રવાસીઓ વતન જતા હોય છે. આ સમયે એસટી દ્વારા સૌરાષ્ટ્રવાસીઓ માટે સ્પેશિયલ બસની સુવિધા ઉભી કરવામાં આવે છે, પરંતુ દિવાળીના સમયમાં એસટી દ્વારા ડબલ ભાડું વસૂલવામાં આવે છે.


આ દિવાળીએ એસટી દ્વારા ડબલ ભાડું ન વસૂલનામાં આવે તે માટે ડાયમંડ એસોસિએશન દ્વારા માગ કરાઈ છે. જે બાબતે મંત્રી પૂર્ણેશ મોદીને રજૂઆત કરવામાં આવી હતી. દિવાળીના સમયના સમયમાં હીરાના કારખાનાઓમાં ૨૧ દિવસનું વેકેશન આવતું હોય છે. હીરા ઉદ્યૌગ સાથે સંકળાયેલા રત્નકલાકારો સૌરાષ્ટ્રમાં પોતાના વતનમાં જતા હોય છે. 


સૌરાષ્ટ્રના મૂળ વતનિ અને ખાસ કરીને વરાછા, કતારગામમાં રહેતા લોકો વતનમાં બસ દ્વારા જતાં હોય છે. દિવાળીના સમયે સૌથી વધારે લોકો વતનમાં જતા હોવાથી ખાનગી બસો દ્વારા તેનો ફાયદો ઉઠાવીને બસના ભાડામાં વધારો કરવામાં આવતો હોય છે. સૌરાષ્ટ્રવાસીઓને વતનમાં જવામાં સરળતા રહે તે માટે એસટી સૌરાષ્ટ્રના અલગ અલગ ગામો માટે સ્પેશિયલ બસો વધારવામાં આવે છે. 


સૌરાષ્ટ્રમાં જતી વખતે બસો ફૂલ જતી હોય છે પરંતુ રિટર્ન આવતી વખતે બસો ખાલી આવતી હોવાથી એસટી દ્વારા ભાડું ડબલ લેવામાં આવતું હોય છે. ત્યારે સૌરાષ્ટ્ર માટે એસટી દ્વારા દિવાળી માટે શરૂ કરવામાં આવતી બસોનું ભાડું સિંગલ જ લેવામાં આવે તે માટે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા મંત્રી પૂર્ણેશ મોદીને રજૂઆત કરાઈ હતી. ડાયમંડ એસોસિએશનના મંત્રી દામજી માવાની રજુઆત કરી છે કે, વર્ષ 2019માં ડાયમંડ એસોસિએશનની રજૂઆત પછી ભાડું સિંગલ કરવામાં આવ્યું હતું. પણ આ વર્ષે પણ સિંગલ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. પૂર્ણેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ભાડું સિંગલ જ રાખવામાં આવશે.