સુરતઃ શહેરના ચકચારી ચુની ગજેરા છેડતતી મામલે હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. ચુનીલાલ ગજેરા સામે તપાસ ઉપર હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. ચુની ગજેરા સામે શિક્ષિકાએ ચેડા કરાયા હોવાની ફરિયાદ કરી હતી.
લક્ષ્મી ડાયમંડના માલિક અનને ગજેરા સ્કૂલના ટ્રસ્ટી ચુનીલાલ ગજેરા સામે શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી હતી. સ્કૂલમાં ફરજ બજાવતી એક શિક્ષિકાએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. ચુનીલાલે શિક્ષિકાને પોતાની ઓફિસમાં બોલાવીને છેડતી કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
ગજેરાની પુત્રીએ શિક્ષિકા સામે ૧૧ લાખ લીધા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે ચુનીલાલ ગજેરાએ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. પોતાની સામે કરેલા આક્ષેપો ખોટા હોવાની રજૂઆતો કરવામાં આવી હતી. ગજેરાની સામે નોંધાયેલી ફરિયાદ ઉપર હાઈકોર્ટે સ્ટેનો હુકમ કર્યો છે.
સુરતઃ ચુની ગજેરા છેડતી મામલે હાઈકોર્ટે શું કર્યો મહત્વનો હુકમ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Sep 2020 11:57 AM (IST)
ચુનીલાલ ગજેરા સામે તપાસ ઉપર હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. ચુની ગજેરા સામે શિક્ષિકાએ ચેડા કરાયા હોવાની ફરિયાદ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -