સુરતઃ સુરતમાં બવેલી એક આઘાતજનક ઘટનામાં સલાબાતપુરા વિસ્તારમાં 14 વર્ષય કિશોરી પર વારંવાર બળાત્કાર ગુજારીને ગર્ભવતી બનાવી દેવાઈ છે. વધારે આઘાતજનક વાત એ છે કે, બળાત્કાર ગુજારનારી વ્યક્તિ તેના પરિવારની જ છે. છોકરીના સગા માસાએ તેની સાથે શારીરીક સંબંધો બાંધીને તેને ગર્ભવતી બનાવી દીધી હતી. આ હવસખોરે દુષ્કર્મ કર્યા બાદ છોકરીને ધમકી પણ આપી હતી કે, આ અંગે કોઈ ને જાણ કરશે તો જાનથી મારી નાખશે.


આ ધમકીથી ડરી ગયેલી છોકરી માસાનો અત્યાચાર સહન કરતી હતી અને ગર્ભવતી બની ગઈ હતી. બુધવારે કિશોરીને પેટમાં દુઃખવા માંડતાં ડૉકટરી તપાસ કરાવી હતી. આ તપાસમાં કિશોર ગર્ભવતી હોવાનું બહાર આવતા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું.

છોકરીએ એ પછી માસાએ કરેલા અત્યાચારની વાત કહેતાં પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે નરાધમ માસાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ