સુરતઃ ગઈ કાલે રૂપાણી સરકારે મહાનગરો સહિત 36 શહેરોમાં લગાવેલા આંશિક લોકડાઉનમાં થોડી છૂટછાટ આપી છે. તેમજ અમુક ધંધાર્થીઓને સવારે 9થી 3 વાગ્યા સુધી ધંધો-રોજગાર કરવાની છૂટ આપવામાં આવી છે. રૂપાણી સરકારે આ શહેરોમાં બ્યુટીપાર્લર પણ ખોલવાની છૂટ આપી છે. કોરોના ગાઇડલાઇનના પાલન સાથે ધંધા-રોજગાર શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. 


સુરતમાં બ્યુટી પાર્લર ખુલતાની સાથે જ 500 થી 700 વેઇટિંગ થઈ ગયું છે. સોસિયલ ડિસ્ટન્સ જળવાય તે પ્રમાણે એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે. આજે 150થી વધુ કોલ હેર ટ્રીટમેન માટે આવ્યા. બ્યુટી પાર્લર સંચાલકો દિવસમાં માત્ર 20 વ્યક્તિને બોલવાય છે. બ્યુટીપાર્લર દ્વારરા ફોન પર એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે. 20-20 દિવસ રાહ જોયા બાદ આજે મહિલાઓને એપોઇન્ટમેન્ટ મળી છે. 


રાજ્યમાં ધીરે ધીરે કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4,773 નવા કેસ નોંધાયા છે અને 64  દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9,404 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 8,308 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 


રાજ્યમાં અત્યાર સુધી 677798 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 89018 પર પહોંચ્યો છે. જેમાંથી 716  દર્દી વેન્ટિલેટર પર અને 88302 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 87.32  ટકા છે.  


 


ક્યાં કેટલા કેસ નોંધાયા ?


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1079, વડોદરા કોર્પોરેશન 422, સુરત કોર્પોરેશન-297, સુરત 209,  રાજકોટ કોર્પોરેશન 192, વડોદરા 162,  આણંદ 161, ભરૂચ 138,   જામનગર કોર્પોરેશન 138, કચ્છ 134, પંચમહાલ 126, જૂનાગઢ 117,  સાબરકાંઠા 105,   જૂનાગઢ કોર્પોરેશન 101,  મહેસાણા 97, દાહોદ 91, ખેડા 88, મહીસાગર 85, પોરબંદર 82, રાજકોટ 72,  દેવભૂમિ દ્વારકા 69,  બનાસકાંઠા 65, જામનગર 65, અમરેલી 63,  ભાવનગર કોર્પોરેશન 59, પાટણ 59, ગાંધીનગર 58,  નવસારી 54, વલસાડ 52,  ભાવનગર 51, ગાંધીનગર કોર્પોરેશન 51, નર્મદા 43, ગીર સોમનાથ 34, સુરેન્દ્રનગર 32, અરવલ્લી 28,  છોટા ઉદેપુર 28, અમદાવાદ 27, મોરબી 13, તાપી 10, બોટાદ 8 અને ડાંગમાં 8 કેસ સાથે કુલ 4,773  નવા કેસ નોંધાયા છે. 


 
ક્યાં કેટલા મોત થયા ? 


 


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન-5, સુરત 3,  રાજકોટ કોર્પોરેશન 3, વડોદરા 3,  આણંદ 1, ભરૂચ 1,   જામનગર કોર્પોરેશન 3, કચ્છ 1, પંચમહાલ 0, જૂનાગઢ 2,  સાબરકાંઠા 1,   જૂનાગઢ કોર્પોરેશન 2,  મહેસાણા 3, દાહોદ 1, ખેડા 0, મહીસાગર 1, પોરબંદર 1, રાજકોટ 3,  દેવભૂમિ દ્વારકા 1,  બનાસકાંઠા 4, જામનગર 2, અમરેલી 2,  ભાવનગર કોર્પોરેશન 1, પાટણ 1, ગાંધીનગર 1,  નવસારી 0, વલસાડ 1,  ભાવનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 0, નર્મદા 0, ગીર સોમનાથ 1, સુરેન્દ્રનગર 1, અરવલ્લી 0,  છોટા ઉદેપુર 1, અમદાવાદ 1, મોરબી 0, તાપી 0, બોટાદ 1 અને ડાંગમાં  0 સાથે કુલ 64 લોકોના કોરોના સંક્રમણના કારણે  મોત થયા છે.


રાજ્યમાં આજે કુલ 1,37,172 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં કોવિડ 19ની સાજા થવાના દરમાં સતત વધારો થયો છે.  રાજ્યમાં સાજા થવાનો દર 87.32 ટકા છે.