સુરત : ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે તેમજ અનેક લોકોનો ભોગ પણ લીધો છે, ત્યારે રાજ્ય સરકારે મહાનગરો સહિત 36 શહેરોમાં આંશિક લોકડાઉન લગાવ્યું છે. આ લોકડાઉન આવતી કાલે 21મી મેના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. બીજી તરફ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાત ચેપ્ટર દ્વારા આંશિક લોકડાઉન 31મી મે સુધી લંબાવવાની માંગણી કરવામાં આવી છે. 


બીજી તરફ સુરતના વેપારીઓની એક જ માંગ છે, આવતી કાલથી સરકાર વેપાર શરૂ કરે. તમામ વ્યાપારી શરતોને આધીન ગાઈડલાઈનનું પાલન કરવા તૈયાર છે. કરોડો નહીં પરંતુ અત્યાર સુધીમાં અરબો રૂપિયાનું નુકસાન ટેક્સટાઇલ ઉદ્યોગને થયું છે.  કામદારો પણ બેકાર બનતા વતન રવાના થયા છે. માર્ચ, એપ્રિલ અને મે મહિનો વ્યાપારી માટે ખાસ હતો, એમાં જ આંશિક લોકડાઉનથી સ્થિતિ કથળી છે. 


સરકાર હવે લાંબુ લોકડાઉન વધારશે તો સ્થિતિ કફોડી બનશે. સરકારને તમામ ટેક્ષ ચૂકવવા પડે છે. સરકાર ટેક્સટાઇલ ઉદ્યોગનો સર્વે કરી રાહત આપે તેવી માંગ છે. 


રાજ્યમાં ધીરે ધીરે કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 5,246  નવા કેસ નોંધાયા છે અને 71  દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9,340 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 9,001 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 


રાજ્યમાં અત્યાર સુધી 6,69,490 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 92617 પર પહોંચ્યો છે. જેમાંથી 742 દર્દી વેન્ટિલેટર પર અને 91875 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 86.78  ટકા છે.  


ક્યાં કેટલા કેસ નોંધાયા ?


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1296, વડોદરા કોર્પોરેશન 436, સુરત કોર્પોરેશન-319,  વડોદરા 205, જૂનાગઢ 184, રાજકોટ કોર્પોરેશન 168, પંચમહાલ 158, આણંદ 149,   જામનગર કોર્પોરેશન 149, રાજકોટ 139, અમરેલી 136,સાબરકાંઠા 133, ગીર સોમનાથ 130, દાહોદ 109,  જૂનાગઢ કોર્પોરેશન 109, પોરબંદર 108,  કચ્છ 104,ખેડા 99, ભરૂચ 98, મહેસાણા 78, બનાસકાંઠા 77, પાટણ 77, સુરત 71, વલસાડ 66, જામનગર 64, નર્મદા 60 નવસારી 59, દેવભૂમિ દ્વારકા 58, ગાંધીનગર 56,ગાંધીનગર કોર્પોરેશ 56,  ભાવનગર કોર્પોરેશન 55, મહીસાગર 50, અરવલ્લી 42, છોટા ઉદેપુર-29, અમદાવાદ 28, સુરેન્દ્રનગર 25, ભાવનગર 22,   મોરબી-20, તાપી 16,   બોટાદમાં 6, અને ડાંગ 2 કેસ સાથે કુલ 5,246  નવા કેસ નોંધાયા છે. 


 
ક્યાં કેટલા મોત થયા ? 


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 10, વડોદરા કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન-6,  વડોદરા 3, જૂનાગઢ 4, રાજકોટ કોર્પોરેશન 3, પંચમહાલ 1, આણંદ 3,   જામનગર કોર્પોરેશન 4, રાજકોટ 3, અમરેલી 2,સાબરકાંઠા 1, ગીર સોમનાથ 0, દાહોદ 0,  જૂનાગઢ કોર્પોરેશન 3, પોરબંદર 1,  કચ્છ 1,ખેડા 1, ભરૂચ 3, મહેસાણા 3, બનાસકાંઠા 3, પાટણ 0, સુરત 2, વલસાડ 0, જામનગર 1, નર્મદા 1, નવસારી 0, દેવભૂમિ દ્વારકા 1, ગાંધીનગર 2,ગાંધીનગર કોર્પોરેશ 1,  ભાવનગર કોર્પોરેશન 1, મહીસાગર 0, અરવલ્લી 1, છોટા ઉદેપુર-0, અમદાવાદ 1, સુરેન્દ્રનગર 1, ભાવનગર 1,   મોરબી-0, તાપી 0,   બોટાદમાં 0, અને ડાંગ 0  સાથે કુલ 71 મોત થયા છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,67,334 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4529 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,89,851 લોકો ઠીક પણ થયા છે.  આજે દેશમાં કોરોનાથી થયેલા મોત અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે.