સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્રવધૂને કોરોના થયો છે. પુત્રને પણ શંકસ્પદ લક્ષણો આવતા રિપોર્ટ કરાવાયો હતો. જોકે, પુત્રનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પુત્ર અને પુત્રવધૂને નવી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પુત્રનો રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને રજા આપી દેવાઇ છે.


કોરોના પોઝિટિવ આવતાં પુત્રવધૂ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. બંનેની હાલત સારી છે. નોંધનીય છે કે, કુમાર કાનાણી સયુંકત પરિવારમાં રહે છે. ત્યારે કુમાર કાનાણી ગઈ કાલે ક્વોરેન્ટાઇન થવાને બદલે ગાંધીનગર પહોંચ્યા હતા. તેમજ રાજ્યસભાની ચૂંટણીમાં ભાગ પણ લીધો હતો. ત્યારે હવે કુમાર કાનાણી જેને મળ્યા હશે તેના માટે ચિંતાનો વિષય હોવાની ચર્ચા છે.