સુરતઃ દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરત અને અમદાવાદમાં માં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. સુરતમાં તડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. રાહદારીઓને પોતાની કારની હેડલાઈટ જલાવીને પસાર થવું પડી રહ્યું છે. એક તરફ સુરતવાસીઓને ગરમીથી રાહતનો શ્વાસ લીધો છે. ખેડૂતોને ચિંતા પણ દૂર થઇ છે. અમદાવાદમાં પણ અત્યારે સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. 


સુરત મહાનગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ પણ ખૂલી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. લોકોને અવરજવરમાં ભારે હાલાકી પડી રહી છે. ઉધના દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ગણતરીની મિનિટોમાં ભારે વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થયું છે. સુરત શહેરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. બપોર બાદ ધમાકેદાર એન્ટ્રી થી છે. 


બપોરે 2 થી 4 વાગ્યા સુધી 2 ઇંચથી વધુ વરસાદ 


સુરત શહેર માં 57 mm વરસાદ


બારડોલી માં 30 mm વરસાદ


ચોર્યાસી માં 33 mm વરસાદ


કામરેજ માં 41 mm વરસાદ


મહુવા માં 3 mm વરસાદ


માંડવી માં 0 mm વરસાદ


માંગરોળ માં 3 mm વરસાદ


ઓલપાડ માં.35 mm વરસાદ


પલસાણા 54 mm વરસાદ


ઉમરપાડા 19 mm