સુરત: ગુજરાત સહિત સમગ્ર દેશમાં ફરી એકવાર કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને સાથે સાથે ઓમિક્રોનના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દુબઇથી આવેલા હીરા વેપારીને કોરોના પોઝિટીવ આવતાં તંત્ર દોડતું થયું છે. કતારગામના હીરાના વેપારીને કોરોના પોઝિટીવ આવ્યો છે. 


ઓમીક્રોમ સેમ્પલની તપાસ કરવામાં આવશે. સેમ્પલ જીનોમ સિક્વનસિંગ માટે મોકલવામાં આવ્યા. ગત 16 મીએ અબુધાબી ઇતિહાદ એરલાઇન્સ દ્વારા દિલ્લી પહોંચ્યા હતા. દિલ્લીથી ઈન્ડિગો એરલાઇન્સમાં એ જ દિવસે સુરત આવ્યા હતા. આરોગ્ય વિભાગને જાણ થતા હીરાના વેપારીને હોમ કોરોન્ટાઇન કરાયા છે. સુરતમાં કુલ 4 ઓમીક્રોન શંકાસ્પદ કેસ છે. તેમજ ચારેયના રિપોર્ટ પેન્ડિંગ છે. 


દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસને લઈ ચિંતા છે. એવામાં ગુજરાતમાં પણ ઓમિક્રોનના નવા કેસ વધી રહ્યા છે. વડોદરા શહેરમાં ઓમિક્રોનને એક સાથે 7 કેસ નોંધાતા હાહાકાર મચી  ગયો છે. એક સાથે શહેરમાં 7 ઓમિક્રોનના કેસ નોંધાતા શહેરીજનો ચિંતામાં છે. વડોદરામાં આજે 7 ઓમિક્રોન કેસ નોંધાતા  ગુજરાતમાં કુલ ઓમિક્રોન પોઝિટિવ કેસની સંખ્યા 30 પર પહોંચી છે. 


 


ગુજરાતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે એક જ દિવસમાં રાજ્યમાં ઓમિક્રોનના નવા નવ કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં ઓમિક્રોનના પાંચ નવા કેસ નોંધાયા હતા. તે સિવાય મહેસાણા અને આણંદમાં બે-બે કેસ નોંધાયા હતા. આ સાથે જ ગુજરાતમા અત્યાર સુધીમા ઓમિક્રોનના કુલ 23 કેસ નોંધાયા હતા, હવે વડોદરા શહેરમાં 7 નવા કેસ નોંધાતા ઓમિક્રોન દર્દીઓની કુલ સંખ્યા 30 પર પહોંચી ગઈ છે. 


નવા વર્ષની ઉજવણી આવી રહી છે. આ વર્ષે પણ લોકો કરફ્યૂ વચ્ચે નવુ વર્ષ અને ક્રિસમસ ઉજવશે. આવામાં અમદાવાદ શહેર પોલીસ (ahmedabad police)  દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.  જે મુજબ ક્રિસમસની ઉજવણી માટે પોલીસ કમિશનરે રાતે 11.55 વાગ્યાથી 12.30 વાગ્યા સુધીની જ મંજૂરી આપી છે. આ 35 મિનિટની મંજૂરી 25 અને 31 ડિસેમ્બર એમ 2 દિવસ પૂરતી છે. આ સિવાયના સમયમાં જે વ્યક્તિ ફટાકડા ફોડશે તેની વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધરપકડ કરાશે.


અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડયું છે. દિવાળીની માફક જ નવા વર્ષની ઉજવણીમાં પણ પ્રતિબંધ મૂકાયો છે. જેમાં ફટાકડા ફોડવા, વેચાણ અને ઉત્પાદન માટે નિયમો મૂકાયા છે. ક્રિસમસની રાત્રે 11.55થી 12.30 વાગ્યા સુધી જ આતશબાજી કરી શકાશે. 24 ડિસેમ્બર અને 25 ડિસેમ્બરે રાત્રે 11-55થી 12-30 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે.


જાહેરનામામાં સ્પષ્ટ કર્યું છે કે, સિરીઝમાં જોડાયેલા, વધુ પ્રદૂષણ કે અવાજ કરતા ફટાકડા ફોડી શકાશે નહીં. આ ઉપરાંત વિદેશી ફટાકડા પર પણ પ્રતિબંધ લાદ્યો છે. આ સિવાય હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થા, ન્યાયાલય, ધાર્મિક સ્થળથી 100 મીટરની ત્રિજ્યાનો વિસ્તાર સાઈલન્ટ જોન હોવાને કારણે ત્યાં પણ ફટાકડા ફોડી શકાશે નહીં.


આ હુકમ અન્વયે અમદાવાદ શહેર પોલીસ કમિશનરરેટ વિસ્તારમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના કોઈપણ અધિકારિશ્રીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે આઇ.પી.સી. કલમ-૧૮૮ અને અન્ય કાનુની જોગવાઈઓ સહિત જી.પી. એક્ટની કલમ-૧૩૧ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.