Gujarat Politics:  આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા નેતા, કાર્યકરોએ પક્ષ પલટો શરૂ કર્યો છે. સુરત જિલ્લામાં કોંગ્રેસ અને આપમાં ભૂકંપ આવ્યો હોય તેમ બંને પક્ષના થઈ 700 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. બારડોલી વિધાનસભા 2022 AAPના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકી તેમજ ઉમરપાડા તાલુકા કોંગ્રેસ નેતા હરીશ વસાવા પણ ભાજપમાં જોડાયા હતા. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા. સી આર પાટીલે તમામ કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. માંગરોળના વાંકલ ખાતે યોજાયેલા મન કી બાત કાર્યક્રમમાં કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ચૂંટણી ટાણે જ કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડતા સુરત જિલ્લામાં રાજકીય ભૂકંપ આવ્યો હતો.


મન કી બાતમાં શું બોલ્યા પીએમ મોદી


દર વખતની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓ સાથે  મન કી બાત દ્રારા પોતાના વિચારો દેશવાસી સમક્ષ રજૂ કર્યાં. પીએમના મન કી બાત કાર્યક્રમનો આ 106મો એપિસોડ છે અને આ વખતે પીએમે સંબોઘનની શરૂઆત ફેસ્ટિવસ સિઝનની બજાર પર અસરની વાતોથી કરી હતી.



                                        


પીએમ મોદીએ કહ્યું કે આ વખતે તહેવારો દરમિયાન ખરીદી કરતી વખતે વોકલ ફોર લોકલ અભિયાનને ધ્યાનમાં રાખો અને તમે જ્યાં પણ જાઓ ત્યાં સ્થાનિક લોકો પાસેથી જ ખરીદી કરવાની આદત બનાવો. પીએમ મોદીએ કહ્યું કે, 31મી ઓક્ટોબર આપણા બધા માટે ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસે આપણે આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ઉજવીએ છીએ. અમે ભારતીયો તેમને ઘણા કારણોસર યાદ કરીએ છીએ અને આદર આપીએ છીએ.    


પીએમ મોદી ગાંધી જયંતિના અવસર પર ખાદીના વેચાણ અંગે વાત કરી. પીએમએ કહ્યું કે હવે લોકોમાં ખાદીને લઈને ક્રેઝ ઉભો થયો છે અને તેની અસર દિલ્હીમાં દેખાઈ રહી છે, જ્યાં ખાદીનું રેકોર્ડ બ્રેક વેચાણ થયું છે. પીએમ મોદીએ કહ્યું કે,નોટ પ્લેસના એક ખાદી સ્ટોરમાં લોકોએ એક જ દિવસમાં 1.5 કરોડ રૂપિયાથી વધુનો સામાન ખરીદ્યો. આ મહિને ચાલી રહેલા ખાદી મહોત્સવે ફરી એકવાર તેના તમામ જૂના વેચાણ રેકોર્ડ તોડી નાખ્યા છે.  પીએમએ વધુમાં કહ્યું કે ખાદીના વેચાણથી માત્ર શહેરોને જ નહીં પરંતુ ગામડાઓને પણ ફાયદો થાય છે. વણકર, હસ્તકલા કારીગરોથી લઈને ખેડૂતોને તેના વેચાણનો લાભ મળે છે.