સુરતઃ ગુજરાતમાં ચોમાસાનું આગામન થઈ ગયું છે, ત્યારે આજે બપોર પછી દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરી છે. નવસારી જિલ્લામાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. નવસારી જીલ્લાનાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. નવસારી,ગણદેવી, ચીખલી માં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વાતાવરણ મા અચાનક આવ્યો પલટો. ધરમપુર શહેર, આસુરા, બીલપુડી, બરુમાળ, બામટી બારોલિયાના ગામડામાં વરસાદ શરૂ થયો છે. અસહ્ય ઉકળાટ બાદ પડ્યો ધોધમાર વરસાદ પડવાનો શરૂ થયો છે. વાતાવરણમાં ઠંકક પ્રસરી છે. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. ડાંગમાં
પણ હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં વઘઈ , આહવા સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ થયો છે. વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે. વરસાદ આવતા ખેડુતોમાં ખુશીનો માહોલ છે.
તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે. વ્યારાના પાનવાડી, કપુરા ,પનીયારી સહિતના ગામો તેમજ વ્યારા શહેરમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક સાથે ખેડૂતોમાં આનંદ છે. સુરતના ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની પધરામણી થઈ છે. તાલુકામાં મથકે ધોધમાર વરસાદ શરૂ થયો છે. સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો. સુરત ગ્રામ્યનો હજુ સુધી માત્ર એકજ તાલુકો બાકી હતો. વરસાદ થતાં ખેડૂતો આવ્યા મોજમાં. સુરત ગ્રામ્યના તાલુકામાં સૌથી વધુ વરસાદ થાય છે ઉમરપાડા તાલુકામાં.
ગુજરાતમાં આજથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદ રહેશે. જોકે, 25 થી 26 વરસાદનું જોરનું વધશે. આજ અને 25-26 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બે દિવસોમાં ડાંગ, વલસાડ, તાપી, સુરત, નવસારી, દાદાર-નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂન મહિનામાં અત્યાર સુધી વરસાદ થવો જોઈએ તેના કરતાં 50 ટકા વરસાદ નોંધાયો. ગુજરાતમાં સરેરાશ 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો.