સુરતઃ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિકે પટેલે (Hardik Patel) આમ આદમી પાર્ટી(AAP) ને B ટીમ કહી છે. તેમજ આમ આદામી પાર્ટીની ગુજરાત (Gujarat) એન્ટ્રી લઈને હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું. આ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાવવા બાબતે હાર્દિક પટેલે મૌન તોડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હું આમ આદમી પાર્ટી જોડાવાનો નથી, હું જ્યાં છું ત્યાં બરાબર છું. તમામ સમાજ કોંગ્રેસ (Congress) તરફ  પ્રેરિત થઈ રહ્યા છે.



રાહુલ ગાંધી આજે સુરત કોર્ટમાં હાજર થશે, જાણો કોણે કર્યો છે માનહાનીનો કેસ



કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરત આવશે. એક ચોક્કસ સમાજ વિરુધ્ધ કરાયેલી ટિપ્પણીને લઈ રાહુલ ગાંધી વિરુધ્ધ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટની મુદત હોવાથી રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહેશે. સવારે સાડા નવ વાગ્યે રાહુલ ગાંધી સુરત એરપોર્ટ પર આવી પહોચશે.


રાહુલ ગાંધીને આવકારવા પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડા,પરેશ ધાનાણી સહિતના નેતાઓ સુરત પહોંચ્યા છે. સવારે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપશે. માનહાની કેસમાં રાહુલ ગાંધી બીજી વખત સુરત કોર્ટ સમક્ષ હાજર થશે. અગાઉ ઓક્ટોબર 2019માં રાહુલ ગાંધી કોર્ટ સમક્ષ હાજર રહી ચુક્યા છે. કોર્ટ કાર્યવાહી પુર્ણ થતાં જ તેઓ દિલ્લી જવા રવાના થશે. રાહુલ ગાંધી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક પણ યોજી શકે છે.


માનહાનિના કેસ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપશે. રાહુલ ગાંધીના આગમનને પગલે કોંગ્રેસના સિનિયર નેતાઓ સુરત પહોંચ્યા છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ સુરત આવી પહોંચ્યા છે. તો વિરોધપક્ષ નેતા પરેશ ધાનાણી પણ સુરત આવ્યા છે. સુરત આવનાર રાહુલ ગાંધીનું અલગ અલગ સ્થળોએ સ્વાગત થશે. રાહુલ ગાંધી સવારે 9.30 કલાકે એરપોર્ટ પર પહોંચશે. તેના બાદ તેઓ 10.30 કલાકે સુરત જિલ્લા કોર્ટમાં હાજર થશે. કોર્ટની કાર્યવાહી પૂર્ણ કરી તેઓ તરત જ દિલ્હી જવા રવાના થશે. 



શું હતો મામલો