સુરત: ગ્રીષ્માના હત્યારાને ફાંસીની સજા મળ્યા બાદ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે તેમના પરિવારને મળવા પહોંચ્યા હતા. આ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. હર્ષ સંઘવીને જોતા જ ગ્રીષ્માના પરિવારના સભ્યોની આંખમાં આંસુ આવી ગયા હતા તો બીજી તરફ કાળજા કેરો કટકો ગીત વાગતા હર્ષ સંઘવી પણ રડી પડ્યા હતા. થોડીવાર માટે વાતાવરણ ગમગીન બની ગયું હતું. ગ્રીષ્માના હત્યારાને ઓછા સમયનાં ફાંસીની સજા મળતા સૌ કોઈ સુરત પોલીસ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે. આજે ગ્રીષ્માના ઘરે ધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમા હર્ષ સંઘવી તમામ કાર્યક્રમો રદ કરી હાજર રહ્યા હતા.


 



વચન પૂરુ કર્યા બાદ ગ્રીષ્માના ઘરે પહોંચ્યા હર્ષ સંઘવી, પરિવારના આંસુ લુછ્યા
ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનીલને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. જ્યારે આ હત્યાની ઘટના બની ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગ્રીષ્માના પરિવારને વચન આપવામાં આવ્યું હતું કે હું મારી બહેન ગ્રીષ્માને ન્યાય અપાવીશ. હવે જ્યારે કોર્ટે હત્યારાને ફાંસીની સજા સંભળાવી છે ત્યારે પોતાનું વચન પૂરૂ કર્યા બાદ હર્ષ સંઘવી ગ્રીષ્માના ઘરે પહોંચ્યા હતા.


આ સમયે હર્ષ સંઘવીને જોતા ગ્રીષ્માના પરિવારના સભ્યોની આંખમાં આંસુ છલકાયા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમના આંસુ લુછ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી. ગૃહ મંત્રી હર્ષ સંઘવી આજે તમામ પોગ્રામો કેન્સલ કરી ગ્રીષ્માના પરિવારને મળવા પહોંચ્યા હતા. તો બીજી તરફ આરોપીને ફાંસીની સજા થતા ગ્રીષ્માના પરિવારમાં સંતોષ જોવા મળી રહ્યો છે. ગ્રીષ્માનો પરિવાર કામરેજના પાસોદ્રા ગામે રહે છે. હાલમાં મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર છે. આ પ્રસંગે ગૃહમંત્રીએ સુરત પોલીસનો આભાર માન્યો હતો.


ગ્રીષ્મા વેકરીયા હત્યાકેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને ફાંસીની સજા, જાણો હવે આગળ શું થશે
સુરતના ચાકહરી ગ્રીષ્મા વેકરીયા હત્યાકેસમાં આજે સુરત કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે ગ્રીષ્માના હત્યારા આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા સંભળાવી છે. ગ્રીષ્માની હત્યા કરનારા ફેનિલને કોર્ટે ફાંસીની સજા સંભળાવી તે ચુકાદાને અનેક લોકો બિરદાવી રહ્યા છે. પણ આ કેસમાં   થશે એ જાણવા સૌ કોઈ આતુર છે. હત્યારા ફેનિલનું ડેથ વોરંટ કયારે જાહેર થશે અને ક્યાં દિવસે ફાંસી આપવામાં આવશે એ સૌ કોઈ જાણવા માંગે છે. આ દરમિયાન ફેનિલના વકીલનું નિવેદન સામે આવ્યું છે. 


શું કહ્યું ફેનિલના વકીલે? 
હત્યારા ફેનિલ ગોયાણીના વકીલે કહ્યું કે કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેનાથી અમે સંતુષ્ટ નથી. વકીલે કહ્યું કે આરોપીને અધિકાર છે કે તે કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં પડકારે. આથી અમે સુરત કોર્ટના આ ચુકાદાને હાઇકોર્ટમાં અને જરૂર પડે તો સુપ્રીમ કોર્ટમાં પડકારીશું. 


જજે ચુકાદો સંભળાવતા પહેલા સંસ્કૃત શ્લોક વાંચ્યો 
સુરતના પાસોદરામાં ગઈ તા. 12મી ફેબ્રુઆરીના રોજ જાહેરમાં 21 વર્ષીય યુવતી ગ્રીષ્મા વેકરીયાની ગળું ચીરીને હત્યા કરનારા હત્યારા આરોપી ફેનિલ ગોયાણીને સુરતની કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. કોર્ટમાં બંને પક્ષના વકીલ અને ગ્રીષ્માના પરિવારજનો હાજર રહ્યાં હતાં. કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેર ગણાવ્યો હતો. મનુસ્મૃતિના શ્લોક यत्र श्यामो लोहिताक्षो થી ચુકાદાની શરૂઆત કરાઈ હતી, જ્જે કહ્યું દંડ દેવો સરળ નથી પણ આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે, ત્યાર બાદ જજે  ફાંસીની સજા સંભળાવી હતી.