સુરતઃ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના જહાંગીરાબાદ, ઉગત કેનાલ રોડ ખાતે રેડિયન્ટ શાળામાં બ્લડ ડોનેશન કેમ્પ બાદ મીડિયા સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે બાઈક કે કાર લઈને જાહેર રસ્તાઓ પર જોખમી સ્ટંટ કરનારાઓને ચેતવણી આપતા કહ્યું કે, આવારા તત્વો દ્વારા રોડને રેસિંગ ટ્રેક બનાવવાના પ્રયાસો કરાશે તો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. સાથોસાથ તેના માતાપિતા અને પરિવાર પણ આ પ્રકારના સ્ટંટ માટે એટલા જ જવાબદાર ગણી તેમની સામે પણ કાર્યવાહી કરાશે.
ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, સુરતના જિલ્લાના બ્રિજ પર સર્પાકાર મોપેડ ચલાવીને અન્ય વાહનચાલકોના જીવને જોખમમાં મૂકનાર રાંદેરના ત્રણ સગીરો અને તેના પિતા સામે કાર્યવાહી કરીને દાખલો બેસાડ્યો છે. રાંદેર પોલીસની આ કામગીરી સરાહનીય છે. કારણ કે જોખમી સ્ટંટથી અન્ય નિર્દોષ પરિવારોએ પોતાના વ્હાલસોયા સંતાનો ગુમાવ્યા છે અને આજીવન પીડા અને દુઃખની ગર્તામાં ધકેલાઈ જાય છે. જેથી રાજ્યમાં આ પ્રકારની કડક કાર્યવાહી શરૂ રહેશે.
સગર્ભા મહિલાની તબિયત બગડતા દેવદૂત બનીને આવી NDRF
છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદી પડી રહ્યો છે. જેના કારણે અનેક ગામો બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જેને લઈને લોકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને હેલ્થ ઈમરજન્સીના સમયે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પોરબંદર ખાતે આવી જ ઘટના સામે આવી છે.
ચારે તરફ પાણીથી ઘેરાયેલા કડછ ગામની સગર્ભા મહિલાને રેસ્ક્યુ કરી સારવાર આપવામાં આવી છે. ઉપરવાસના ભારે વરસાદને લીધે પોરબંદર જિલ્લાના ઘેડના ગામો ચારે તરફ પાણીથી ઘેરાયેલા છે અને બેટ જેવી સ્થિતિ છે. પોરબંદર જિલ્લા તંત્રએ પૂરગ્રસ્ત સ્થિતિમાં લોકોની સલામતીના પૂરતા પગલાં લીધા છે. પૂર્વ આયોજનને લીધે મુશ્કેલીમાં લોકોને મદદ મળી રહી છે. પોરબંદર જિલ્લાના ઘેડમાં એનડીઆરએફની ટીમનો કેમ્પ છે. કડછ જવાનો રસ્તો બંધ હોય ગામમાં સગર્ભા મહિલાને અને તેના બે પરિવારજનોને રેસ્ક્યુ કરી બોટ મારફતે એનડીઆરએફના જવાનોએ સલામત સ્થળે ખસેડી રાહત બચાવની કામગીરી કરી હતી. મહિલાને જરૂરી સારવાર પણ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા આપવામાં આવી હતી.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial