સુરત : હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોરદાર વરસાદ વરસ્યો છે. સુરત, તાપી અને નવસારી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. 


સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સુરતમાં ધોધમાર વરસાદને પગલે  પાણી ભરાયા છે.  કડોદરા ખાતે ચોકડી નજીક આવેલ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.  ચામુંડા હોટેલ અને આજુબાજુની દુકાનમાં જવાના રસ્તામાં પાણી ભરાયા છે.  પાણીના નિકાલના અભાવે અને પ્રિમોન્સૂન કામગીરીના અભાવે પાણી ભરાયા છે.  હોટેલમાં તેમજ અન્ય દુકાનના ગ્રાહકો પાણીમાં જઈને ખરીદી કરવા મજબૂર બન્યા છે.  


રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે.  હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. સવારથી અત્યાર સુધીમાં રાજ્યના 101 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.


નવસારી અને વલસાડમાં બુધ અને ગુરુવારે ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે NDRFની ટીમો  તૈનાત કરાઈ છે.  રાજયમાં 206 જળાશયો પૈકી છ જળાશય હાઈ એલર્ટ, ત્રણ એલર્ટ, એક વોર્નિંગ પર છે.


રાજ્યના 101 તાલુકાઓમાં વરસાદ


રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે.  હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. સવારથી અત્યાર સુધીમાં રાજ્યના 101 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.  ભાવનગર  જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસ્યો છે.  ઘોઘા, વલ્લભીપુરમાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો છે.  નવસારીમાં અઢી ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.   સોજીત્રા, છોટાઉદેપુરમાં 1-1 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.  


અંબાલાલ પટેલે કરી જોરદાર આગાહી, ગુજરાતમાં અહીં થશે જળપ્રલય


ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. જે મુજબ આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડશે. ગુજરાતના ભિન્ન વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.


અંબાલાલ પટેલે બીજું શું કહ્યું


અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું, ઉત્તર ગુજરાતમાં 12 ઇંચ અને મધ્ય ગુજરાતમાં 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પુર આવી શકે છે. આહવા, ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે, અમરેલી, રાજકોટ, જામનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મહેસાણા, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદ પડશે. મહેસાણાથી ચોટીલા સહિતના પટ્ટામાં સાર્વત્રિક વરસાદ પડશે.