સુરતઃ સુરતના કેટલાક વિસ્તારોમાં ફરી એકવાર વરસાદ વરસ્યો હતો. સુરતમાં પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. મળતી જાણકારી અનુસાર, ભટાર, પીપલોદ, વેસુ, અઠવા, મજુરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ શરૂ થતા વાહન ચાલકો પરેશાન થયા છે. તો સિવિલ હૉસ્પિટલ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે જેના કારણે કારને નુક્સાન થયું છે. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.


સત્તાવાર રીતે ચોમાસાની વિદાય થઇ ગઇ છે છતાં રાજ્યમાં વરસી રહેલી રહેલો વરસાદ ખેડૂતો માટે આફતરૂપ બન્યો છે. તાજેતરમાં જ વરસેલા વરસાદના કારણે જુનાગઢ જિલ્લામાં મગફળીના પાકને નુકસાનની શક્યતા છે. ખેડૂતોનું કહેવું છે કે એક તો પહેલાથી જ મગફળીના પાકમાં મુંડાનો ઉપદ્રવ હતો અને હવે વરસાદના કારણે પાકને વધુ નુકશાન થયું છે. વડાલ ગામના ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર સત્વરે સહાય જાહેર કરે.


બીજી તરફ અમરેલી જિલ્લામાં પણ છેલ્લા ઘણા દિવસોથી વરસી રહેલો વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. અમરેલીમાં સારા વરસાદના કારણે આ વર્ષે મોટા પ્રમાણમાં કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં અનેક ખેડૂતોના ખેતરમાં કપાસ મગફળી સહિતના પાક ઉભા છે. તો અમુક ખેડૂતોએ મગફળી કાઢી નાખ્યા છે. પરંતુ સાવરકુંડલામાં સોમવાર સાંજે ચાર વાગ્યાના આસપાસ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે મગફળીના પાથરા પલળી જવાના કારણે સંપૂર્ણ પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતને સતાવી રહી છે.જેથી ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને સરકાર ખેડૂતોને સહાય ચૂકવે.


અમદાવાદ શહેરમાં હાઈરાઈઝ ગગનચૂંબી ઈમારતો બનાવવાનો માર્ગ મોકળો


Ahmedabad Highrise Building: અમદાવાદ શહેરમાં હાઈરાઈઝ ગગનચૂંબી ઈમારતો બનાવવાનો માર્ગ મોકળો થયો છે. હવે અમદાવાદમાં પણ મુંબઈ અને દિલ્હી જેવાં શહેરોની જેમ 100 મીટર ઉંચી બિલ્ડીંગો જોવા મળશે. જે મુજબ ટાઉન પ્લાનિંગ કમિટીએ 33 માળની ઇમારત બનાવવા મંજૂરી આપી દીધી છે.


આ વિસ્તારોમાં બનશે ગગનચૂંબી ઈમારતોઃ


મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના સાયન્સ સીટી, રાજપથ કલબ પાસે અને શીલજ વિસ્તારમાં 33 માળની ઇમારત બનાવવાની પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે. આ બિલ્ડીંગ્સની ઉંચાઈ 100 મીટર જેટલી હશે. રાજપથ રંગોળી રોડ ઉપર ટાઈમ્સ 104 નામની હાઇરાઈઝ બિલ્ડીંગ બનશે. તો શીલજ રોડ ઉપર The 31st નામની હાઇરાઈઝ બિલ્ડીંગ બનશે. હવે દિવાળી પહેલાં મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં અંતિમ મંજૂરી મેળવવા માટે સંપુર્ણ કામગીરી કરવામાં આવશે.