સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદની એન્ટ્રી થઈ વાત કરીએ તાપી જિલ્લાની તો તાપી જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદ પડતાં લોકોએ ગરમીમાંથી આંશિક રાહત અનુભવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં 4-5 જૂને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરની સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડતાં લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે. 1 જૂનના સવારના અરસામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાની સાથે રોડ રસ્તા પાણી પાણી થઈ ગયું હતું. જિલ્લામાં સવારે 6થી 8 દરમિયાન પડેલ વરસાદની વાત કરીએ તો વ્યારામાં 76 મિલિમિટર, વાલોડમાં 25 મિલિમિટર અને સોનગઢમાં 2 મિલિમિટર તો અન્ય તાલુકાઓમાં નહિવત વરસાદ પડ્યો હતો. જૂનના પેહલા દિવસે જ વરસાદની એન્ટ્રીને પગલે ચોમાસા પર આધાર રાખતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
વલસાડ તાલુકાના અમુક વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ ખાબક્યો હતો. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત વરસાદ પડતાં જે ખેડૂતોની કેરી બેડવાની બાકી છે તે ખેડૂતોને નુકસાનનો વારો આવશે.
સુરતના હજીરા સુંવાલી દરિયા કિનારા પાસે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત કાંઠા વિસ્તારમાં વાવાઝોડાની અસર જોવા મળી હતી. સુરતના વરાછા, પુણા, સીમાડા, કાપોદ્રા, પર્વત પાટિયા સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
આ ઉપરાંત સુરત જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું હતું. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ સાથે અતિભારે પવન ફૂંકાવવાનો શરૂ થયો હતો. જેમાં બારડોલી, વલસાણા, કડોદરા, કામરેજ તેમજ મહિવા પંથકમાંપવન સાથે અતિભારે વરસાદ ખાબક્યો હતો.
નવસારી જિલ્લામાં વરસાદે દસ્તક દીધી હતી. જિલ્લાના જલાલપોર તાલુકાના ખરસાડ ગામે ધીમી ધારે વરસાદ ખાબક્યો હતો. વરસાદ પડતાં જ સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
દક્ષિણ ગુજરાતના કયા-કયા વિસ્તારમાં ભારે પવન સાથે ખાબક્યો વરસાદ ? હવામાન વિભાગે શું કરી આગાહી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jun 2020 11:12 AM (IST)
અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરની સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડતાં લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે
પ્રતિકાત્મક તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -