નવસારી જિલ્લામાં સતત ચોથા દિવસે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. નવસારીના અલગ-અલગ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ગણદેવી તાલુકામાં પવન સાથે વરસાદ વરસતા વેગણીયા ખાડીની જળસપાટી વધી ગઈ હતી. વેગણીયા ખાડી પર બનાવવામાં આવેલ પુલ છેલ્લા ત્રણ દિવસથી પાણીમાં ગરકાવ છે.

નવસારીમાં મેઘરાજાની તોફાની બેટિંગથી ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે કેરી અને ચીકુના બગીચાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેના કારણે ભારે નુકશાનની આશંકા છે.

પુરની બીજી તરફ રહેતા 150થી વધુ પરિવારો ગણદેવી ગામથી સંપર્ક વિહોણા છે. ઉપરવાસ અને જિલ્લામાં સારો વરસાદ વરસતા વેગણીયા ખાડીમાં પાણીથી ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે. ભારે વરાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.

નવસારી જિલ્લામાં ચોમાસાની સિઝનનો 46 ટકા વરસાદ, ચિખલી તાલુકામાં ચોમાસાની સિઝનનો 39 ઈંચ વરસાદ, ગણદેવી તાલુકામાં ચોમાસાની સિઝનનો 43 ઈંચ વરસાદ, જલોલપોર તાલુકામાં ચોમાસાની સિઝનનો 49 ઈંચ વરસાદ,ખેરગામ તાલુકામાં ચોમાસાની સિઝનનો 35 ઈંચ વરસાદ વરસ્યો હતો.

આ ઉપરાંત નવસારી તાલુકામાં ચોમાસાની સિઝનનો 50 ઈંચ વરસાદ વરસ્યો છે. વાસદા તાલુકામાં ચોમાસાની સિઝનનો 34 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.