સુરતના કામરેજ, અઠવાલાઈન, વેસુ સહિતના વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા વિરામ બાદ વરસાદથ પડતા શહેરીજનો ખુશીની લહેર છવાઈ ગઈ હતી. જ્યારે અનેક નીચાણવાણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. જેના કારણે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાયક્લોનિક સરક્યુલેશનના કારણે આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી હોવાથી 28, 29 અને 30 જુલાઈના ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.