Surat diamond industry:  સુરત હીરા ઉદ્યોગમાં ભયાનક મંદીના કારણે રત્ન કલાકારોમાં આત્મહત્યા કરવાના બનાવો સતત વધી રહ્યા છે.  રત્ન કલાકારો આપઘાત ન કરે તે માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે.  'રત્ન કલાકારો આપઘાત ન કરો અમને એક ફોન કરો' આ ટેગ લાઈન સાથે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઈન શરુ કરાઈ છે. છેલ્લા 16 મહિનામાં 62 રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે.


સુરતના હીરા ઉદ્યોગમાં છેલ્લા 16 મહિનામાં 62 રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે.  મંદીને કારણે સૌથી વધુ રત્ન કલાકારોએ ભોગવવું પડી રહ્યું છે. સરકારમાં આર્થિક મદદ માટે અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય છે.  આખરે ડાયમંડ વર્કર યુનિયને આપઘાત અટકાવવા નવતર પ્રયોગ શરૂ કર્યો છે.  આ હેલ્પલાઈન નંબર  9239500009 છે. 




ક્યારેક ભારતનું ગૌરવ ગણાતો સુરતનો હીરા ઉદ્યોગ  આજે મંદીના ભયાનક ભયનો સામનો કરી રહ્યો છે. 2008 જેવી ગંભીર મંદી ફરી આવવાની શક્યતા છે, જેના કારણે રત્નકલાકારો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે અને તેમનો જીવનયાત્રા ખર્ચ ચૂકવવો મુશ્કેલ બની રહ્યો છે.


જ્યાં પહેલા કારીગરો 25,000 રૂપિયા સુધી કમાતા હતા, ત્યાં હવે તેમની કમાણી ઘટીને 5 થી 10 હજાર રૂપિયા થઈ ગઈ છે. ઘણા હીરાના કારખાના બંધ થઈ ગયા છે, જ્યારે બાકીના કારખાનામાં કામના કલાકો ઘટાડીને 6 કલાક કરી દેવામાં આવ્યા છે. આ પરિસ્થિતિના કારણે કારીગરો ભારે આર્થિક ભીંસમાં મુકાઈ ગયા છે અને ઘણા લોકો આપઘાત કરવાનું પણ વિચારી રહ્યા છે. 


એક વર્ષનાં ગાળામાં 60 રત્નકલાકારોએ આપઘાત કર્યો


સુરત હીરાઉધોગમાં અંદાજે છેલ્લા એક વર્ષનાં ગાળામાં 60 રત્નકલાકારોએ આપઘાત કરેલ છે. રત્નકલાકાર સંઘ દ્વારા આપવામાં આવેલ માહિતી. ક્યારેક ભારતનું ગૌરવ ગણાતો સુરતનો હીરા ઉદ્યોગ  આજે મંદીના ભયાનક ભયનો સામનો કરી રહ્યો છે. 


સુરતમાં રત્નકલાકારોના આપઘાતના બનાવને રોકવા માટે ડાયમંડ વર્કર યુનિયન આગળ આવ્યું છે. 'હે રત્નકલાકારો આપઘાત ના કરો અમને એક ફોન કરો'ના સૂત્ર સાથે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા 92395 00009 હેલ્પ લાઈન નબર પણ જાહેર કરવામાં આવ્યો છે. ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે આપઘાતના બનાવો રોકવા માટે અમે હેલ્પલાઈન નબર જાહેર કર્યો છે.