સુરત: ડુમસ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Dec 2019 05:53 PM (IST)
કાર ચાલકે સવારમાં સાયકલિંગ કરતા યુવકને કારથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સોફ્ટવેર એન્જીનીયર વિનીત માલપાનીનું મોત થયું છે.
સુરતઃ સુરતના ડુમસ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. કાર ચાલકે સવારમાં સાયકલિંગ કરતા યુવકને કારથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સોફ્ટવેર એન્જીનીયર વિનીત માલપાનીનું મોત થયું છે. અકસ્માતમાં યુવગ ગંભીર રીતે ઘવાયો હતો. ગંભીર ઈજાઓને પગલે યુવકનું મોત નિપજ્યું હતું. ઘટના સંદર્ભે પોલીસને જાણ થતાં તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ડુમસ રોડ સુલ્તાનાબાદ ગેટ પાસે ઘટના બની હતી. ઘટના સમયે પોલીસની પીસીઆર વાન પણ પહોંચી હતી અને ભાગી ગયેલા કાર ચાલકને પકડી અટકાયત કરી હતી. દરમિયાન GJ 5 RJ 2608 સેન્ટ્રો કાર ચાલકનું નામ બોની શાહ હોવાનું જાણવા મળ્યું છે. હાલ ડુમસ પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે.