Crime News: સુરતના ચોકબજારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પતિએ ગળું દબાવી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે. સુરતના ચોકબજાર ફુલવાડી મન્નત એપાર્ટમેન્ટમાં પતિએ પત્નીની હત્યા કરી નાખતા અરેરાટી મચી ગઈ છે.  પતિ કામ ધંધો કરતો ન હોય, જેના કારણે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં પતિએ આવેશમાં આવી પત્નીનું ગળું દબા‌વી હત્યા કરી નાખી હતી.  હત્યા કર્યા બાદ પોતાના કારસ્તાન છુપવવા યુવકે કહ્યું કે,પત્ની પડી ગઈ હોવાથી બેભાન થઈ ગઈ છે. 


ત્યાર બાદ સાસુ-સસરા સાથે પત્નીને હોસ્પિટલ સારવાર માટે લઈ ગયો હતો. જ્યાં ડોકટરે ગળા પર નિશાન જોઇ પતિને પૂછતાં તે ત્યાંથી ભાગી ગયો હતો. ત્યાર બાદ મહિલાનું પીએમ કરવામાં આવ્યું હતું જેમાં હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટનાને લઈ ચોકબજાર પોલીસે પતિ ઈરફાન સામે ગુન્હો નોંધ્યો છે. 23 વર્ષીય આફરીન શેખના લગ્ન ઈરફાન સાથે 5 વર્ષ પહેલા થયા હતા અને બન્નેને સંતાનમાં દોઢ વર્ષનું બાળક છે. ઈરફાન પહેલા કલર કામ કરતો હતો અને હાલમાં તે કામધંધો કરતો ન હતો અને નશો કરી પત્ની સાથે ઝઘડો કરતો હતો. તેથી બન્ને વચ્ચે જઘડા થતા હતા. મળતી માહિતી પ્રમાણે અઠવાડિયા પહેલા પતિ-પત્ની વચ્ચે મોટો ઝઘડો થયો હતો, બાદમાં પરિવારજનોએ સમાધાન કરાવ્યું હતું. જે ઝઘડાના આવેશમાં આવી પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.


ઉદયપુરના કન્હૈયાલાલની જેમ મહરાષ્ટ્રના અમરાવતીમાં પણ હત્યા
Udaipur Tailor Murder Case: નૂપુર શર્માના સમર્થનને કારણે કન્હૈયાલાલે રાજસ્થાનના ઉદયપુરમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓના હાથમાં પોતાનો જીવ ગુમાવ્યો એટલું જ નહીં. આ કારણે મહારાષ્ટ્રના અમરાવતીમાં પણ એક હિન્દુની હત્યાનો મામલો સામે આવ્યો છે. મૃતકનું નામ ઉમેશ પ્રહલાદરાવ કોલ્હે હતું. કોલ્હેએ કથિત રીતે ભાજપ નેતા નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જે બાદ 21 જૂને તેની હત્યા કરવામાં આવી હતી. ઉમેશ કોલ્હે 54 વર્ષના હતા. ઉમેશના પુત્ર સંકેતની ફરિયાદ બાદ 23 જૂને અમરાવતી કોતવાલી પોલીસે મુદસ્સીર અહેમદ અને શાહરૂખ પઠાણની ધરપકડ કરી હતી. પૂછપરછ બાદ 25 જૂને અબ્દુલ તૌફીક, શોએબ ખાન અને અતીબ રાશિદની ધરપકડ કરવામાં આવી હતી. અન્ય આરોપી શમીમ અહેમદ ઉર્ફે ફિરોઝ હજુ ફરાર છે. હવે NIA પણ આ મામલે તપાસ કરી શકે છે.


શું છે મામલો


અંગ્રેજી અખબાર 'ધ ઈન્ડિયન એક્સપ્રેસ'એ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ઉમેશ કોલ્હે વોટ્સએપ ગ્રુપ પર નુપુર શર્માના સમર્થનમાં એક પોસ્ટ ફોરવર્ડ કરી હતી. તેણે ભૂલથી તે પોસ્ટ મુસ્લિમોના જૂથમાં શેર કરી. ઉમેશ તેના ગ્રાહકોના કારણે તે જૂથ સાથે સંકળાયેલો હતો. અખબારના જણાવ્યા મુજબ, ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એકે પોલીસને કહ્યું છે કે ઉમેશનું મોત પયગંબરનું અપમાન કરવાને કારણે થયું હોવું જોઈએ. ઉમેશના પુત્ર સંકેતે પોલીસને જણાવ્યું કે, 21 જૂનની રાત્રે ઉમેશ તેની મેડિકલ સ્ટોર બંધ કરવા જઈ રહ્યો હતો. સંકેત અને તેની પત્ની વૈષ્ણવી બીજા સ્કૂટર પર હતા. સંકેત મુજબ તેઓ પ્રભાત ચોક થઈને મહિલા કોલેજ ન્યુ હાઈસ્કૂલના ગેટ પાસે પહોંચ્યા ત્યારે સામેથી બાઇક પર આવેલા બે શખ્સોએ તેમના પિતાને ઘેરી લીધા હતા.


તેમણે ઉમેશ કોલ્હેની ગરદન પર ડાબી બાજુએ છરો માર્યો હતો. જેના કારણે તેઓ પડી ગયા અને લોહી વહેવા લાગ્યું. સંકેતે પોલીસને જણાવ્યું કે તેણે મદદ માટે વિનંતી કરવાનું શરૂ કર્યું. દરમિયાન ત્રીજો શખ્સ આવ્યો હતો અને ત્રણેય બાઇક પર ફરાર થઇ ગયા હતા. ઉમેશ કોલ્હેને લોકોની મદદથી નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પરંતુ ત્યાં તેનું મોત થયું હતું. અખબારે અમરાવતી પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા લોકોએ તપાસમાં ખુલાસો કર્યો છે કે તેઓએ બીજાની મદદ લીધી હતી. જેણે તેને 10,000 રૂપિયા અને કાર લઈને ભાગવામાં મદદ કરી હતી.