Summer vacation:વેકેશનમાં પ્રવાસીઓની સંખ્યા સ્વાભાવિક રીતે વધી જતી હોય છે. ઉલ્લેખનિય છે કે, રાજ્યની પ્રાથમિક શાળામાં 5 મેથી ઉનાળુ વેકેશન શરૂ થઇ રહ્યું છે. આ સમયે પ્રવાસીઓના વધતા ધસારાને ધ્યાનમાં રાખીને એસટી વિભાગે 1400 વધુ બસો દોડાવાનો નિર્ણય લીધો છે. સુરતથી સૌરાષ્ટ્ર તરફ જવા માટે વધારાની 500 એસટી બસ શરૂ કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ વધુ એસટીની 210 ટ્રીપ દોડશે. ધાર્મિક સ્થળો માટે પણ વધારાની બસો દોડાવાવનો નિર્ણય લેવાયો છે. જે મુજબ અમદાવાદથી અંબાજી, સોમનાથ, દ્વારકા માટે રોજ 10 ટ્રીપ દોડશે. અમદાવાદથી ડાકોર અને ગીરનાર માટે રોજની 5 ટ્રીપ વધારી છે. ઉલ્લેખનિય છે કે, 2024-25ના જાહેર થયેલા કેલેન્ડર મુજબ આ વર્ષે ઉનાળું વેકેશન 35 દિવસનું રહેશે.
ઉલ્લેખનિ છે કે, સરકારી અને ખાનગી પ્રાથમિકથી લઈ ઉચ્ચ અને માધ્યમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન 5 મેથી શરૂ થશે અને 8 જૂને એ પૂર્ણ થશે. શૈક્ષણિક વર્ષ 2024 -25નું બીજુ સત્ર પૂર્ણ થતાં 5 મેથી શાળામાં ઉનાળુ વેકેશનનો પ્રારંભ થશે અને 6 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.
તો બીજી તરફ CBSE બોર્ડ દ્વારા આયોજિત બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની રાહ હવે પૂરી થઈ શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ટૂંક સમયમાં ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરી શકે છે. પરિણામ જાહેર થતાંની સાથે જ વિદ્યાર્થીઓ બોર્ડની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને તેમના સ્કોર્સ ચકાસી શકશે. વિદ્યાર્થીઓ અહીં દર્શાવેલ પદ્ધતિ દ્વારા પરિણામ પણ ચકાસી શકશે.
CBSE એ આ વર્ષે 15 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ 2025 દરમિયાન ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ યોજી હતી, જેમાં લગભગ 42 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પાછલા વર્ષોના પરિણામના સમયપત્રક પર નજર કરીએ તો અંદાજ લગાવી શકાય છે કે આ વર્ષે પણ પરિણામ મેના પહેલા કે બીજા સપ્તાહમાં ગમે ત્યારે જાહેર થઈ શકે છે.
મીડિયા અહેવાલો અનુસાર, પરિણામ વર્ષ 2024માં 24મી મે અને વર્ષ 2023માં 12મી મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આ પેટર્નને જોતા આ વખતે પણ પરિણામ 12 મે 2025ની આસપાસ જાહેર થવાની આશા છે. જોકે, બોર્ડ દ્વારા હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી.