Surat News: સુરતના ડીંડોલી વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. પૂરપારટ ઝડપે આવતા ટેમ્પોએ રોડ ક્રોસ કરતા બાળકને અડફેટે લેતા બાળકનો હાથ કપાઇ ગયો. આ દર્દનાક અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે.
સુરતના ડીંડોલીમાં બાળક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અચાનક ટેમ્પો પૂર ઝડપે આવ્યો અને બાળકને અડફેટે લેતાં તેના હાથ પર ફરી વળતાં બાળકનો હાથ શરીરથી છૂટો પડી ગયો. 6 વર્ષનો માસૂમ બાળક રફતારનો ભોગ બન્યો. દુર્ઘટના બાદ બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. કલરકામ કરીને ગુજરાન ચલાવતા પરિવારના એકના એક દીકરાનો દર્દનાક અકસ્માત થતાં પરિવાર પર પણ જાણે હાલ દુ:ખોનો પહાડ તૂટી પડ્યો છે. અકસ્માત બાદ ઉશ્કેરાયેલા લોકોએ ટેમ્પોલ ચાલકને ઝડપી પાડયો હતો અને ગાડીમાં પણ તોડફોડ કરી હતી.ડીંડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો
હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટની અદાણીને રાહત, બાકીની તપાસ માટે સેબીને વધુ 3 મહિનાનો સમય આપ્યો
વિપક્ષ તોડો અભિયાન માટે ભાજપે બનાવી કમિટી, ભરત બોધરાને બનાવ્યા કમિટીનાં અધ્યક્ષ
Hit And Run: ભારતમાં જ હિટ એન્ડ રનના સૌથી વધુ કેસ કેમ? અમેરિકા, જાપાન જેવા વિકસિત દેશોમાં શું છે કાયદો?
હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા આપવી મોંઘી પડશે, પરીક્ષા ફીમાં ચાર ગણો વધારો થશે