સુરત: શહેરમાં એક વિરોધ કરવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ વિરોધ કરવામાં આવ્યો છે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ એટલે કે, ABVP દ્વારા. સુરતની MTB કોલેજના આચાર્યની ઓફિસમાં જ કચરો ઠાલવી ABVP એ  આશ્ચર્યજનક વિરોધ નોંધાવતા આ મુદ્દો હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા ઘણા સમયથી MTB કોલેજ પ્રસાશન NSS અને NCC ની ઓફિસ પાસે જ કચરો ડમ્પ કરતું હતું. જેથી કચરાની અસહ્ય દુર્ગંધનાં કારણે વિદ્યાર્થીઓ પરેશાન હતા. વિદ્યાર્થીઓની પરેશાનીને ધ્યાનમાં લેતા ABVP એ મહિનાથી કચરો દૂર કરવા રજૂઆત કરતું હતું.  પરંતુ ABVP ની માંગને હળવાસમાં લેતા કચરો દૂર ન થતા આજે ABVP નાં કાર્યકર્તાઓએ આચાર્યની ઓફિસમાં કચરો ઠાલવી આશ્ચર્યજનક પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો.


ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે RSSના નેતાઓ સાથે બેઠક યોજી


વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે RSS કાર્યાલયમાં RSSના નેતાઓ સાથે બેઠક યોજી હતી.  ચૂંટણી પરિણામની સમીક્ષા તેમજ આગામી આયોજન અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.  ઐતિહાસિક જીત મેળવવા બદલ સંઘના નેતાઓએ પાટીલને શુભેચ્છાઓ પાઠવી હતી. 


રાજ્યમાં ક્યારેય ન મળી હોય તેટલી બેઠક મળતા પક્ષ અને સંગઠનમાં ભારે ખુશીનો માહોલ છે. ભાજપ સંગઠનથી તમામ જિલ્લાઓમાં મળેલા પ્રતિસાદથી ભારે ઉત્સાહનો માહોલ છે.  ત્યારે ગુજરાતમાં ઐતિહાસિક જીત બદલ સંઘના નેતાઓએ પાટીલને શુભકામના પાઠવી છે. વર્ષ 2022ની ચૂંટણીની જીતના સરતાજ સી.આર. પાટીલ બન્યા છે.


દેશની રાજનીતિમાં સૌથી વધુ લીડ, મત અને બેઠકનો પણ પાટીલે રેકોર્ડ બનાવ્યો છે.  ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે નવા ત્રણ રેકોર્ડ સ્થાપ્યા છે.  156 બેઠકની પ્રચંડ જીત બદલ સંઘના નેતાઓએ પાટીલને શુભકામના પાઠવી છે.  ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન સંઘની ભૂમિકા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હોઈ શકે છે.  તો નવી સરકારમાં કોણ મંત્રી બનશે તે અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હોવાનું અનુમાન છે.  









હવે નવી સરકારની શપથવિધીની તૈયારીઓ ચાલી રહી છે. 12મી ડિસેમ્બરે નવી સરકારનો શપથ સમારોહ યોજાશે. જેમાં પીએમ મોદી અને ગૃહ અમિત શાહ પણ હાજર રહેશે. શપથ ગ્રહણ પહેલા ભાજપના ચૂંટાયેલા સભ્યોની બેઠક મળશે. જેમાં સર્વાનુમતે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનના નામની પસંદગી કરાશે.


156 બેઠક સાથે પ્રચંડ અને રેકોર્ડબ્રેક જીત મેળવ્યા બાદ 12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારનો શપથવિધી કાર્યક્રમ યોજાશે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધી કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શપથવિધી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે જ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ શપથવિધી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 12 ડિસેમ્બરે યોજનારા શપથવિધી કાર્યક્રમ અગાઉ હવે નવી સરકારના મંત્રીમંડળમાં કોને કોને સામેલ કરવામાં આવશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે.