સુરતઃ શહેરમાં કોરોનાના કહેરમાં વાર્ષિક 1 રૂપિયાના ટોકન ભાવને જમીન મેળવનાર હોસ્પિટલો લૂંટ ચલાવી રહી હોવાનો આરોપ લાગ્યો છે. વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ આ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યં કે, 400 કરોડની લગડી જેવી જમીન મેળવીને સેવા નથી કરી રહી કિરણ હોસ્પિટલ. કિરણ હોસ્પિટલ દર્દીઓને મસમોટા બીલ ફટકારી રહી છે.


સેવાભાવથી સુરત મનપા પાસેથી જમીન મેળવી મસમોટા બીલો ફટકારી વેપાર કરી રહી છે હોસ્પિટલ. કિરણ હોસ્પિટલ હોય કે મહાવીર હોસ્પિટલ તેમનો કબજો પાલિકા મેળવે અને રાહત દરે સેવા આપે તેવી માંગ ધર્મેશ ભંડેરીએ કરી છે. સેવા ના ઉદેશ્યથી કરોડો રૂપિયાની જમીન મેળવનાર હોસ્પિટલ શરતભંગ કરતી હોય તેમની જમીન પાછી લેવા માંગ ધર્મેશ ભંડેરીએ કરી છે. ધર્મેશ ભંડેરીએ પાલિકા કમિશ્નરને પત્ર લખીને આ રજુઆત કરી છે.


નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 12545 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે.  રાજ્યમાં ગઈકાલે કોરોના સંક્રમણથી  વધુ 123 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 8035 પર પહોંચી ગયો છે.


રાજ્યમાં ગઈકાલે 13021 લોકોએ કોરોના (Coronavirus)ને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,90,412  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 47 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,47,525 પર પહોંચ્યો છે. જેમાંથી 786  લોકો વેન્ટિલેટર પર અને 146739 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.92 ટકા છે.


ક્યાં કેટલા મોત થયા ?


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 16,  સુરત કોર્પોરેશન-9, વડોદરા કોર્પોરેશન 7,  રાજકોટ કોર્પોરેશમાં 8, મહેસાણા 5, જામનગર કોર્પોરેશન 8, સુરત 4, વડોદરા 6, જામનગર 5, ભાવનગર કોર્પોરેશમાં 4, જૂનાગઢ કોર્પોરેશન 3, મહીસાગર 1, દાહોદ 0, ગીર સોમનાથ 2, જૂનાગઢ 5, પંચમહાલ 0, આણંદ 0, બનાસકાંઠા 3, અમરેલી 0, ભરુચ 4, કચ્છ 5, રાજકોટ 7, ગાંધીનગર 1, અરવલ્લી 2, ખેડા 0, ગાંધીનગર કોર્પોરેશન 1, પાટણ 2, સાબરકાંઠા 2, વલસાડ 0, તાપી 0, મોરબી 1, નવસારી 1, સુરેન્દ્રનગર 1, ભાવનગર 5, અમદાવાદ 1, નર્મદા 0, બોટાદ 0, છોટાઉદેપુર 1, પોરબંદર 1, દેવભૂમિ દ્વારકા 2 અને ડાંગ 0 મોત સાથે કુલ 123 લોકોના મૃત્યુ થયા છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 3884,  સુરત કોર્પોરેશન-1039, વડોદરા કોર્પોરેશન 638,  રાજકોટ કોર્પોરેશમાં 526, મહેસાણા 482, જામનગર કોર્પોરેશન 397, સુરત 388, વડોદરા 380, જામનગર 332, ભાવનગર કોર્પોરેશમાં 242, જૂનાગઢ કોર્પોરેશન 232, મહીસાગર 224, દાહોદ 220, ગીર સોમનાથ 218, જૂનાગઢ 213, પંચમહાલ 207, આણંદ 205, બનાસકાંઠા 193, અમરેલી 189, ભરુચ 187, કચ્છ 187, રાજકોટ 169, ગાંધીનગર 159, અરવલ્લી 150, ખેડા 144, ગાંધીનગર કોર્પોરેશન 143, પાટણ 139, સાબરકાંઠા 121, વલસાડ 108, તાપી 107, મોરબી 87, નવસારી 87, સુરેન્દ્રનગર 85, ભાવનગર 80, અમદાવાદ 73, નર્મદા 71, બોટાદ 64, છોટાઉદેપુર 60, પોરબંદર 58, દેવભૂમિ દ્વારકા 49 અને ડાંગ  8 કેસ સાથે  કુલ 12545  કેસ નોંધાયા છે. 


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,01,60,781  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 28,69,476  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,30,30,257 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 18થી 44 વર્ષ સુધીના 27,776 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 37,609 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,09,367 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.