સુરત: રાજ્યમાં કોરોનાનો કહેર થમી નથી રહ્યો. દિવસેને દિવસે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં આ વર્ષે રથયાત્રાનું આયોજન નહીં થાય. માત્ર નિજ મંદિરમાંજ રથ ફરશે.


શહેરમાં કુલ 5 સ્થળો થી રથયાત્રા કાઢવામાં આવે છે. સામાન્ય રીતે અષાઢી બીજ નિમિતે જહાંગીરપુરા ઈસ્કોન મંદિર, લંકાવિજયહનુમાન, મહિધરપુરા ગોળિયાબાવા મંદિર, પાંડેસરા અને સચિન વિસ્તારમાં રથયાત્રા નીકળતી હોય છે પરંતુ, આ વર્ષે કોરોના મહામારીના પગલે તમામ રથયાત્રાનું આયોજન નહીં કરવાનો નિર્ણય કરાયો છે. આ તમામ રથયાત્રા રદ્દ કરી નિજ મંદિરમાંજ કાર્યક્રમ કરાશે.

આ ઉપરાંત કોઈપણ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવશે. મહારાજ અને પૂજારી સિવાય મંદિર પરિસર માં કોઈને પ્રવેશ અપાશે નહીં.