સુરત : ગોકુળ આઠમના દિવસે પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સુરતની સુમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો કર્યો છે. ભેંસના દૂધનો કિલોફેટે ભાવ 740 રૂપિયા હતા, જેના હવે 750 કરવામાં આવ્યા. ગાયના દૂધનો કિલોફેટે ભાવ 725 રૂપિયા હતા જેના હવે 735 રૂપિયા કરવામાં આવ્યા. આ વધારો 21 ઓગસ્ટથી લાગુ થશે.


સુરત અને તાપી જિલ્લાના 2 લાખ 50 હજાર પશુપાલકોને ફાયદો થશે. સુમુલ ડેરી ના ચેરમેન માનસિંગ પટેલે પશુપાલકોને ગોકુળ આઠમ ના દિવસે ભેટ આપી. 


ANAND : આણંદમાં અમૂલ ડેરી સાથે સંકળાયેલા પશુપાલકો માટે સારા સમાચાર આવ્યાં છે.  અમુલ ડેરી દ્વારા પશુપાલકો પાસેથી ખરીદી કરતા દૂધના ભાવમાં વધારો કર્યો.જેમાં ભેસના દૂધમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 20 નો વધારો જ્યારે ગાયના પ્રતિ કિલો ફેટે 4.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો.


જન્માષ્ટમી ઉપર પશુપાલકો માટે સારા સમાચાર અમૂલે આપ્યા છે. અમૂલના ખરીદ ભાવમાં ભેંસના દૂધનો પ્રતિ કિલોનો ભાવ  740નો હતો તેની જગ્યાએ 760 નો એટલે કે 20 રૂપિયાનો વધારો જ્યારે ગાયના દૂધના પ્રતિ કિલો જૂનો ભાવ  336.40 હતો જ્યારે વધીને 340.90 થયો એટલે 4.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. 


આ ભાવવધારાથી અમૂલ પશુપાલકોને  મહિને 7 કરોડ ચુકવશે જે વર્ષે 60 કરોડથી વધારે ચુકવણી થશે. આ ભાવ આગામી 21 ઓગસ્ટના રોજ લાગુ થશે. આ ભાવને લઈ આણંદ ખેડા અને મહીસાગર જિલ્લાના 7 લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે. 


સરકારી શાળાની મુખ્ય શિક્ષિકાએ કહ્યું, “હું ક્રિશ્ચિયન છું માટે તિરંગો નહીં ફરકાવું”
તામિલનાડુના ધર્મપુરી જિલ્લાની એક સરકારી શાળાની મુખ્ય શિક્ષિકાએ રાષ્ટ્રધ્વજ ફરકાવવા અથવા સલામી આપવાનો ઇનકાર કર્યા પછી વિવાદમાં આવી ગઈ છે, કારણ કે તેણીએ કહ્યું હતું કે તેનો ધર્મ તેને આવું કરવાની મંજૂરી આપતો નથી. સોમવારે સ્વતંત્રતા દિવસે પણ મુખ્ય શિક્ષિકાએ ધ્વજ ફરકાવવાની ના પાડી હતી.









મુખ્ય શિક્ષિકા તમિલસેલ્વી છેલ્લા ચાર વર્ષથી શાળામાં કર્મચારી છે અને દર વર્ષે બીમારનું બહાનું કાઢીને  ધ્વજ ફરકાવવાનું ટાળે છે. ગત  15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથે તેણીની સુવિધા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી કારણ કે તેણી 2022ના અંત સુધીમાં તેઓ નિવૃત્ત થવાના છે. 


“યાકોબા ખ્રિસ્તી છું, રાષ્ટ્ર ધ્વજને સલામી નહીં આપું”
15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મુખ્ય શિક્ષિકા તમિલસેલ્વી શાળાએ ગયા. બાદમાં તમિલસેલ્વીએ એક વિડિયોમાં કહ્યું કે તેનો અર્થ રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો નહોતો, પરંતુ તે યાકોબા ખ્રિસ્તી હોવાથી ધ્વજ ફરકાવવા અને સલામી આપવાનું ટાળ્યું હતું. તેણે કહ્યું કે તે માત્ર પોતાના ભગવાનની જ પૂજા કરે છે અન્ય કોઈની નહીં. ત્યારબાદ  તેમણે  સહાયક મુખ્ય શિક્ષિકાને ધ્વજ ફરકાવવા માટે કહ્યું.