આ વ્યૂહરચનાના ભારૂપે મંગળવારે સવારે 10.30 કલાકે નવી સીવીલ હોસ્પિટલમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોરોના સામેની લડતની કામગીરી અંગે સમીક્ષા કરાઈ હતી. આ ઉપરાંત બેડ વધારવા કાર્યવાહી કરવામાં આવી છે.
જ્યંતિ રવિ બપોરે 12 કલાકે રેડ ઝોન કતારગામ વિસ્તારની મુલાકાત લીધી હતી. સુરતમાં સોથી વધુ કોરોના પોઝિટિવ કતારગામ ઝોનમાં નોંધાયા છે. એ પછી સાંજે 5.30 કલાકે સુરત મહાનગર પાલિકામાં અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી.
જ્યંતિ રવિએ મંગળવારથી જ સુરતમાં ધામા નાંખ્યા છે. મંગળવારે સુરત સર્કિટ હાઉસ ખાતે હાઈ લેવલ મીટીંગ યોજાઈ હતી. આ બેઠકમાં સુરત કલેકટર, DDO અને પાલિકા કમિશ્નર હાજર રહ્યા હતા. આ બેઠકમાં કોરોના સંક્રમણ અંગે સમીક્ષા કરાઈ હતી અને એ પછી જ્યંતિ રવિએ પત્રકારોને સંબોધીને લેવાનારાં પગલાં અંગે માહિતી આપી હતી.