ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસના નેતાઓને આમ આદમી પાર્ટીમાં જોડાવવા કેજરીવાલનું ખુલ્લુ આમંત્રણ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Feb 2021 10:08 PM (IST)
સુરત મનપામાં શાનદાર પ્રદર્શન કરતા આમ આદમી પાર્ટીએ 27 બેઠકો પર જીત મેળવી છે. આ ભવ્ય જીત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા આજે સુરતમાં ભવ્ય રોડ-શો યોજાયો હતો.
તસવીર ટ્વિટર
સુરત: સુરત મનપામાં શાનદાર પ્રદર્શન કરતા આમ આદમી પાર્ટીએ 27 બેઠકો પર જીત મેળવી છે. આ ભવ્ય જીત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા આજે સુરતમાં ભવ્ય રોડ-શો યોજાયો હતો. બાદમાં એક જાહેર સભાને સંબોધી હતી. કેજરીવાલે મંચ પરથી સુરતમાં ગુજરાતમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જવાની વાત કરી હતી. તેમણે જાહેરમાં મંચ પરથી કોંગ્રેસના કેટલાક સારા નેતાઓને આમ આદમી પાર્ટીમાં જોડાઇ જવા માટે આહ્વાન કર્યું હતું, તેમજ ભાજપના સારા નેતાઓને આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે અપીલ કરી હતી. મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે રીતે મોટી સંખ્યામાં આપને મત આપ્યા છે. તે રીતે નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મત આપવા કેજરીવાલે અપીલ કરી છે. રવિવારે ઝાડુંને જ મત આપવા અપીલ કરી હતી.