Kirti Patel Controversy Surat: ગુજરાતની જાણીતી ઇન્ટરનેટ પર્સનાલિટી અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લૂએન્જર કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. કીર્તિ પટેલ સામે વધુ એક કેસ હાલમાં સુરતમાં નોંધાયો છે. સુરતના લસકાણામાં કીર્તિ પટેલ સામે કેસ નોધાતા તેની સામે ગુજરાતમાં નોંધાયેલા કેસોની સંખ્યા 10 પહોંચી છે. વિવાદિત સોશ્યલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે સુરતના લસકાણામાં અલ્પેશ ડોન્ડા નામના વ્યક્તિએ ધમકી અને બદનામ કરવા મુદ્દે ફરિયાદ નોધાવી છે. 

Continues below advertisement

કીર્તિ પટેલની મુશ્કેલી દિવસે દિવસે વધી રહી છે. હવે સુરતમાં કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. રેતી કપચીના વેપારી અલ્પેશ ડોંડાની કીર્તિ પટેલ વિરુદ્ધ લસકાણા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ છે. સુરત શહેરની કુખ્યાત સોશિયલ સ્ટાર કીર્તિ પટેલ ઉપર આ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, તે અલ્પેશને બદનામ કરી રહી હતી અને ધમકીઓ આપી રહી હતી. કીર્તિ પટેલ હંમેશા વિવાદમાં રહે છે. કીર્તિ પટેલ સામે 10 કેસો ગુજરાતમાં નોંધાઇ ચૂક્યા છે. 

અગાઉ પણ સુરતમાં કીર્તિ પટેલ સામે નોંધાઇ ચૂક્યો છે ગુનોસુરતની કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલ સામે PASA હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જે બાદ કીર્તિ પટેલને વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલાઈ હોવાની માહિતી સામે આવી હતી. કીર્તિ પટેલ પર સોશિયલ મીડિયાનાં માધ્યમથી ખંડણી ઉઘરાવવાનો આરોપ હતો. વારંવાર ગુના આચરવાનાં લીધે પોલીસે પાસા હેઠળ ગુનો દાખલ કર્યો હોવાની વિગત સામે આવી હતી. કીર્તિ પટેલ સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં કુલ 9 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આરોપ છે કે, કીર્તિ પટેલ સોશિયલ મીડિયાનાં માધ્યમથી લોકોને ધમકાવી ખંડણી પડાવતી હતી. વારંવાર ગુના આચરવાની ટેવને કારણે આખરે કીર્તિ પટેલ વિરુદ્ધ કાપોદ્રા પોલીસે (Kapodra Police) પાસા હેઠળ કાર્યવાહી કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકીની દેખરેખમાં પાસા પ્રપોઝલ તૈયાર કરાયો હોવાની માહિતી છે.

Continues below advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, કીર્તિ પટેલ સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધી કુલ 10 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. સોશિયલ મીડિયા પરથી ધમકી, બદનામી અને સમાધાનનાં બહાને રૂપિયા પડાવવાનો પણ આરોપ છે. કીર્તિ પટેલની પ્રવૃત્તિ સુરત સિવાય અન્ય જિલ્લાઓમાં પણ વિસ્તરેલી હોવાનું ખુલ્યું છે. સમાજની શાંતિ માટે જોખમરૂપ બની જતા પોલીસે કડક પગલાં લીધા હોવાનું જાણવા મળ્યું છે. પાસા હેઠળ અટકાયતી કાર્યવાહી બાદ કીર્તિ પટેલને જેલવાસનો સામનો કરવો પડશે.