સુરતઃ સુરતના પેટ્રોલ પંપો પર ‘ડીઝલ નથી’નાં પાટીયા લાગ્યા છે. જેથી હજારો વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. યુક્રેન-રશિયા યુદ્ધની અસર હોવાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે. સુરતમાં નાયરાના પેટ્રોલ પંપ પર ‘ડિઝલ નથી’ના પાટીયા લાગ્યા હતા.

   જેને પગલે હજારો વાહન ચાલકો પરેશાન થઇ રહ્યા છે. સુરતમાં દૈનિક 60 લાખ લિટર પેટ્રોલ- ડિઝલની જરૂરિયાત છે. પેટ્રોલપંપ સંચાલકોનો દાવો છે કે ઓઈલ કંપનીઓએ પુરવઠો ઓછો કરી નાંખતા ડિઝલનું સંકટ ઉભુ થયું છે. રશિયા- યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે ક્રુડ ઓઈલના ભાવમાં વધારો થયો. સરકારે એકસાઈઝ ડ્યુટી ઓછી કરી પેટ્રોલ-ડિઝલમાં રાહત આપી હતી.


જોકે પેટ્રોલપંપ સંચાલકોને હજુ સુધી કોઈ રાહત મળી નથી. હાલ પેટ્રોલપંપ સંચાલકોને 21 રૂપિયા પ્રતિ લિટર ખોટ જતી હોવાનો દાવો કરાયો હતો. સુરત શહેરમાં નાયરાના પેટ્રોલપંપો પર ચાર- પાંચ દિવસથી ડિઝલની અછત વર્તાઈ રહી છે. ખાનગી કંપનીઓના પેટ્રોલપંપ પર સમસ્યા વિકટ છે. જોકે ઈંડિયન ઓઈલ અને સેલના પંપ પરથી હાલ પેટ્રોલ- ડિઝલનો જથ્થો મળી રહ્યો છે. સુરતમાં 100 પેટ્રોલ પંપ આવેલા છે.જ્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 400થી વધુ પેટ્રોલપંપો આવેલા છે.


લોકોએ ડીઝલ ભરાવ્યા વિના પાછા ફરવું પડી રહ્યું છે. ઇન્ડિયન ઓઇલ અને સેલના પેટ્રોલપંપથી ડીઝલ મળી રહ્યું છે.પરંતુ આગામી દિવસોમાં ડીઝલ સંકટ વધશે. સુરતમાં 100 પેટ્રોલ પંપ છે.જ્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 400 પેટ્રોલ પંપ છે. સુરત જિલ્લામાં 60 લાખ લિટર પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ થાય છે.



બીજી તરફ અરવલ્લી જિલ્લામાં ડિઝલની શોર્ટેજના કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા છે. અરવલ્લી જિલ્લાના પાંચ ટકા પંપ પર જ હાલ ડિઝલનો જથ્થો ઉપલબ્ધ છે. જેના કારણે જ્યાં ડિઝલનો જથ્થો છે ત્યાં વાહનોની લાંબી કતારો લાગી છે. વાવણીના સમયે ડિઝલની અછત સર્જાતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.