સુરત: સુરતના માંડવીમાં સ્ટેટ વિજિલન્સની ટીમે રેડ કરી પૂણા ગામમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે. 10 જેટલી કાર, 2 પિકઅપ ટેમ્પામાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. વિદેશી દારૂના જથ્થાને સગેવગે કરતી વખતે સ્ટેટ વિજીલન્સની ટીમે રેડ કરીને માંડવીના પૂણા ગામેથી લાખોનો દારૂ ઝડપ્યો છે.

બાતમીના આધારે સ્ટેટ વિજીલન્સની ટીમે દરોડા પાડ્યા હતા. વિજિલન્સની ટીમે રેડ કરી 10 કાર અને બે પિકઅપ ટેમ્પામાંથી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.

રાજ્યમાં દારૂ પકડાવાની ઘટનાઓ અવાર નવાર સામે આવે છે. બુટલેગરો નવા-નવા નુસખા અપનાવી રાજ્યમાં દારૂ લાવવાના પ્રયત્નો કરતા હોય છે.

રાજ્યમાં વધી રેહલા કોરોના સંક્રમણના કારણે 25 ડિસેમ્બર ક્રિસમસ અને 31 ડિસેમ્બર ન્યૂ યરના કાર્યક્રમો પણ આ વખતે યોજાય તેવુ નથી લાગતું. રાજ્યમાં વધી રહેલા સંક્રમણના કારણે તમામ મોટા કાર્યક્રમો પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે.