Latest Surat News: રાજ્યમાં વધુ એક સ્કૂલવાન પલટી (School van turtles) જવાની ઘટના સામે આવી છે. સુરતના કીમ-ઓલપાડ રાજ્યધોરી માર્ગ (Kim-Olpad national highway) પર ઘટના બની હતી. મુળદ પાટિયા નજીક સ્કૂલ વાન પલટી જવાની ઘટના બની હતી. વહેલી સવારે શાળાએ જતા સમયે ઇકો કાર પલટી મારી હતી.


કેવી રીતે બની ઘટના

સામેની તરફથી અન્ય સ્કૂલ વાન બસ આવતા કાર ચાલકે સ્ટેરિંગ પરથી (driver loss control on stearing) કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે આ ઘટના બની હતી. ઇકો કારમાં સવાર વિદ્યાર્થીઓ પૈકી 6 બાળકોને ઇજા થઈ હતી. કારમાં કુલ 9 જેટલા બાળકો સવાર હતા. કાર પલટી જવાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા.


ડ્રાઇવર સામે પોલીસ ફરિયાદ

ઇજાગ્રસ્ત વિદ્યાર્થિની આરાધ્યા સિંગના પિતાએ કીમ પોલીસ મથકે વાન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બંટી નામના ઇકો વાન ચાલકે પુરઝડપે વાહન ચલાવ્યું હોવાની ફરિયાદ થઈ હતી. પોલીસે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓના નિવેદન લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં વહેલી સવારે અહીં એક સ્કૂલ વન પલટી ખાઇ ગઇ હોવાની ઘટના બની હતી. સવારે વાનચાલક બાળકોને લઇને સ્કૂલે મૂકવા જઇ રહ્યો હતો, ત્યારે અચાનક જ કાર પલટી મારી ગઇ હતી. ગાંધીનગરના ચ-6 રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 10 જેટલા બાળકોને ઇજા પહોંચી હતી. ગાંધીનગરના ચ-6 રોડ પર સ્કૂલ વાન પલટી મારી ગઇ હતી. આ વાનમાં બાળકો સવાર હતા. વાનમાં સ્કૂલે જઇ રહેલા 10 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે 108ની ટીમ દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સાથે જ એક વિદ્યાર્થીને વધુ ઇજા પહોંચતા તેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી હતી અને બાળકોને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતના સમાચાર મળતાં જ વાલીઓ પણ દોડી આવ્યા હતા.


વહેલી સવારે સ્કૂલ વાન પલટી મારી જતાં રોડ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. લોકોએ પલટી મારી ગયેલી વાનમાં સવાર બાળકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પલટી મારી ગયેલી વાનને સીધી કરી બચાવ કામગીરી હાથ ધરી હતી. ઉપરાંત ઘટનાની જાણ કરવામાં આવતાં પોલીસ અને 108ની ટીમ દોડી આવી હતી અને ઘાયલ બાળકોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં વાલીઓને પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.