સુરત: સુરતના ઓલપાડમાંથી દારુ બનાવવાનું કારખાનુ મળી આવ્યું છે.  મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો અને દારૂની ખાલી બોટલો પણ પોલીસને મળી આવી છે. સુરતના ઓલપાડમાંથી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું છે. સુરત પોલીસ દ્વારા બાતમીના આધારે LCBએ કરમલા ગામે દરોડો પાડ્યો હતો.  આનંદો ગ્રીન વેલી રો હાઉસના એક મકાનમાં દારૂ બનાવવાનું કારખાનું ધમધમતું હતું. પોલીસે કેમિકલ, આલ્કોહોલ અને અલગ-અલગ બોટલો, શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો જપ્ત કર્યો છે.

  


અલગ-અલગ કેમિકલ અને આલ્કોહોલનું મિશ્રણ કરી દારૂ બનાવવામાં આવતો હતો. પોલીસને દારૂની નાની મોટી 465 બોટલ મળી આવી છે.  બોટલો પેકિંગ કરવાનું મશીન, શંકાસ્પદ પ્રવાહી સહિત આઠ લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. 



 


ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ બુટલેગરો દરરોજ કોઈ નવી યુક્તિ શોધી લાવે છે. ગુજરાતનાં સરહદી જિલ્લાઓમાંથી અન્ય રાજ્યોમાંથી અવાર-નવાર બુટલેગરો દારુ ઘુસાડતા હોય છે. તેવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે દમણથી દારૂ લાવવામાં આવે છે. પરંતુ બોટલમાં આવતો દારૂ તરત પોલીસની નજરે ચડી જાય છે અને પકડાઈ જાય છે. તેનાથી બચવા હવે બુટલેગરો અલગ-અલગ યુક્તિ સાથે દારુ લાવતા થયા છે. બુટલેગરો દ્વારા દારુ ગુજરાતમાં લાવવામાં આવે છે.   


સુરત અને અમદાવાદમાંથી ઝડપાયું લાખો રૂપિયાનું MD ડ્રગ્સ


સુરતમાં ક્રાઈમ બ્રાંચને મળી મોટી સફળતા મળી છે. રાજસ્થાન બાદ સુરત ડીંડોલી વિસ્તારમાથી એમ ડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ભેસ્તાન આવાસમાં DCBએ રેડ પાડી MD ડ્રગ્સ સાથે આરોપી મોહમ્મદ સઈદ અન્સારી અને ઝાકીર અયૂબ પટેલની ધરપકડ કરી છે. આ રેડમાં અંદાજે 300 ગ્રામ જેટલું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે જેની અંદાજીત કિંમત 34 લાખ રૂપિયા આસપાસ થવા જાય છે. તો બહારથી એમ ડી ડ્રગ્સ મગાવનાર મહિલા આરોપી અંજુમવાનું રિજવાન મેમણને વોન્ટેડ જાહેર કરી છે. આરોપી પાસેથી એક રિવોલ્વર કબ્જે કરવામાં આવી છે.


અમદાવાદમાં પણ ઝડપાયું ડ્રગ્સ


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છારોડી પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપી પાસે 594 ગ્રામ 800 મિલિગ્રામ જથ્થો ઝડપ્યો છે. ઝડપાયેલ એમડી ડ્રગ્સની કિંમત રૂ. 59 લાખ 48 હજાર થવા જાય છે. પાલનપુરથી અમદાવાદ લાવવામાં આવ્યું હતું આ ડ્રગ્સ.


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial