Surat News: સુરત મહાનગર પાલિકા વિપક્ષ નેતાની જાહેરાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના કાઉન્સિલર પાયલ સાકરીયાને વિપક્ષ નેતા બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, પાયલ સાકરીયા વોર્ડ નંબર 16ના આપના કાઉન્સિલર છે. વિપક્ષ ઉપનેતા તરીકે મહેશ અનઘનની જાહેરાત કરવામાં આવી છે જ્યારે વિપક્ષ દંડક તરીકે રચનાબેન હિરપરાની જાહેરાત કરવામાં આવી છે.
નોંધનીય છે કે, આમ આદમી પાર્ટીના યુવા નેતા પાયલ સાકરિયા એક સક્રિય નેતા છે. તેઓ પોતાના વિસ્તારના પ્રશ્નોને હંમેશા કામ કરતા આવ્યા છે. આ ઉપરાંત તેઓ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. તેમના વિસ્તારમાં થતી કામગીરી વિશે તેઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે.
તો બીજી તરફ સુરત પાલિકામાં સમિતિના ચેયરમેન સહિતના સભ્યોની વરણી કરવામાં આવી છે. 12 ખાસ સમિતિના ચેયરમેન સહિતના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.
સુરત મહાનગર પાલિકાના વિવિધ સમિતિ અને તેના ચેરમેનો
1 પાણી સમિતિ - હિમાંશુભાઈ રાહુલજી
2 જાહેર બાંધકામ સમિતિ - ભાઈદાસ પાટીલ
3 ગટર સમિતિ - કેયુરભાઈ ચપટવાળા
4 સાંસ્કૃતિક સમિતિ - સોનલબેન દેસાઈ
5 ગાર્ડન સમિતિ - ગીતાબેન સોલંકી
6 ટાઉન પ્લાનિંગ સમિતિ - નાગરભાઈ પટેલ
7 કાયદા સમિતિ - નરેશભાઈ રાણા
8 જાહેર પરિવહન સમિતિ - સોમનાથભાઈ મરાઠે
9 લાઇટ એન્ડ ફાયર સમિતિ - ચિરાગ સોલંકી
10 આરોગ્ય સમિતિ - નેનશીબેન શાહ
11 હોસ્પિટલ સમિતિ - મનીષાબેન આહીર
12 સ્લ્મ ઇમ્પ્રુવમેન્ટ સમિતિ - વિજયભાઈ ચોમાલ
13 ખડી સમિતિ - દિપેન દેસાઈ
સુરતમાં દિવાળીના તહેવાર નીમિતે એસટી વિભાગ 2500થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે. દિવાળી વેકેશનને લઈને 21, સપ્ટેમ્બરથી જ એડવાન્સ બુકીંગની શરૂઆત કરવામાં આવી હતી. સુરતમાં સમગ્ર દેશના લોકો વસે છે અને દિવાળી સમયે પોત પોતાના વતન જતા હોય છે ત્યારે તેમને હાલાકી ન પડે તે માટે એસટી વિભાગે આ નિર્ણય કર્યો હતો.
નોંધનીય છે કે સુરતથી જ દર વર્ષની જેમ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત માટે ખાસ બસો ઉપડશે. આ એકસ્ટ્રા બસ 7 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી દોડાવવામાં આવશે. બુકિંગ ઓનલાઈન તેમજ ઓફલાઈન થઈ શકશે તેના માટે અલગ અલગ સેન્ટર પર વ્યવસ્થા કરવામાં આવી છે. એકસ્ટ્રા બસ માટે ત્રણ પ્રકારે બુકીંગ કરી શકાશે એકસ્ટ્રા બસ માટે ઓનલાઈન બુકીંગ કરી શકાશે. કરન્ટ બુકીંગ એટલે મુસાફર આવે અને જેમાં જગ્યા હોય તેમાં સીટ ફાળવવામાં આવશે. ગ્રુપ બુકીંગ એટલે કે જો 50થી વધુ મુસાફરો હોય તો રહેણાક વિસ્તારથી ખાસ બસની સુવિધા આપવામાં આવશે.